ગાંધીનગર કાર્યાલય ખાતે વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરતા રાજ્ય શિક્ષણમંત્રી
જીએનએ ગાંધીનગર: સ્વર્ણિમ સંકુલ – ૨, ગાંધીનગર કાર્યાલય ખાતે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
રાજ્ય શિક્ષણમંત્રી દ્વારા વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠકનું આયોજન કરીને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલ વિવિધ પ્રશ્નો અન્વયે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને તેનું નિરાકરણ લાવવા માટે પ્રયાસ હાથ ધર્યો હતો. આ ઉપરાંત શિક્ષા પ્રત્યેના કામોને પ્રાધાન્ય આપવા તેઓ દ્વારા અધિકારીઓને જરૂરી સૂચન તેમજ નિરાકરણ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.