*📌સુરત: ખાદ્ય મસાલાઓમાં ભેળસેળ કરનારા સામે સરકારની લાલ આંખ, અંદાજીત રૂ.૩,૯૮,૨૨૦/-નો રૂપિયાનો સામાન કર્યો જપ્ત*
સુરત: ખાદ્ય મસાલાઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે સરકારે લાલ આંખ કરી છે. ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, મરચાં પાવડર, હળદર પાવડર, ધાણા જીરૂ પાવડર, ગ્રીન કલર, યલો કલર મળીને અંદાજીત રૂ.૩,૯૮,૨૨૦/-નો આશરે ૩૦૫૭.૪ કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો સુરતના કડોદરા ખાતેથી જપ્ત કરાયો છે. રાજ્યનાં નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
