હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી દેશમાં વધતા જતાં સાયબર ક્રાઇમ અંગેના અપરાધો સામે રક્ષણ મેળવવા તેમજ સાયબર અંગેની ગુનાખોરી ડામવા ઈન્ડિયા ક્રાઈમ હ્યુમન રાઇટ્સ ધ્વારા સેમિનાર નુ આયોજન કરવામા આવ્યુ

હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી દેશમાં વધતા જતાં સાયબર ક્રાઇમ અંગેના અપરાધો સામે રક્ષણ મેળવવા તેમજ સાયબર અંગેની ગુનાખોરી ડામવા તેમજ તેની સામે રક્ષણ મેળવવા સારૂ દેશમાં વસતા દરેક નાગરિક ને સાયબર ક્રાઇમ અંગેની સમજ મળે તેમજ દરેક નાગરિક સાયબર ક્રાઇમ સામે પોતાનું રક્ષણ મેળવી સકે તે હેતુથી ગૃહ વિભાગ ગુજરાત સરકાર તેમજ ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા રાજ્યમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા લાવવા હેતુથી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ સી.આઇ.ડી ક્રાઇમ અને રાષ્ટ્રીય સ્કાઉટ અને ગાઇડ્ઝ ના સંયુક્ત ઉપક્રમે સાયબર પ્રમોટર/વોલંટીયર નાઓ દ્વારા શાળા,

કોલેજો, સોસાયટી, ગ્રામ્ય વિસ્તાર ખાતે અવેરનેસ પ્રોગ્રામ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ હોય તે અંતર્ગત અમદાવાદ શહેર વિસ્તારના વસ્ત્રાપુર વિસ્તારમાં લો કોલેજના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને અશ્વિનભાઇ સોની દ્વારા ઈન્ડિયા ક્રાઈમ હ્યુમન રાઇટ્સ ધ્વારા સેમિનાર નુ આયોજન કરવામા આવ્યુ.

ઓફીસ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરેલ હોય સ્ટેટ સાયબર સેલ તેમજ રાષ્ટ્રીય સ્કાઉટ્સ અને ગાઇડ્ઝ તરફથી સાયબર અવેરનેશ પ્રમોટર વિશાલકુમાર ભરતભાઇ શાહ નાઓ દ્વારા સાયબર જાગૃતી અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હોય લો કોલેજના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સાયબર ક્રાઇમ શું છે ? તેમજ સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય અને સાયબર ફ્રોડ થાય તો ફરીયાદ ક્યાં અને કેવી રીતે કરવી તે અંગે સમજણ આપવામાં આવેલ હતી.તેમજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવેલ છે. તેમજ તમામ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ની સાયબર વોલંટીયર યોજના અંગે સમજણ આપવામાં આવેલ અને તેઓને સાયબર વોલંટીયર યોજના અંતર્ગત જોડાવા અપીલ કરવામાં આવેલ.