*ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિ, પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની સંયુક્ત ટીમના ગૌભક્તો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી પીઢ ગૌવંશને નવજીવન આપ્યું.*
*તા. “૦૧/૦૫ /૨૦૨૩” સોમવારના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યા આસપાસના અરસામાં ભુજ તાલુકાના સુખપર મોચીરાઈ સીમમાં પંદર ફૂટની ઊંડાણ ધરાવતાં ગટરના નાલાના ગંદકીથી ખદબદતા દલદલમાં બે ત્રણ દિવસથી ફસાયેલી હાલતમાં કણસણતી પીડા ભોગવતી ભાંભરતી હતી અને ત્યાંથી એક જીવદયાપ્રેમી અવાજ સાંભળીને તુરંત જ ઘટના સ્થળે પહોંચી નજર પડતાં તાત્કાલીક ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિનો સંપર્ક વ્હોટસપ ગ્રુપમાં જોડાયેલા હોઈ
મેસેજ સાથે ફોટાઓ મોકલી લોકેશન દર્શાવેલ જેથી ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિ, પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની સંયુક્ત ટીમના ગૌભક્તો તાત્કાલીક અસરથી ઈમર્જન્સીમાં ઘટના સ્થળે દોડી ગયા નિરીક્ષણ કરી આસપાસના વિસ્તારમાં તપાસ કરી ક્રેઈનની ફ્રીમાં મદદ મેળવી બહાર કાઢી સારવાર અર્થે ભાડેથી મીની ટેમ્પો બોલાવી જરા પણ વિલંબ કર્યા વગર તરત મુન્દ્રા રોડ પર આવેલા સુપાશ્વરનાથ જૈન સેવા મંડળ સંચાલિત પશુચિકિત્સાલય કરૂણાધામ પહોંચાડી હતી. એવું સમિતિના મિડિયા કન્વીનર પંકજકુમાર વ્યાસ તથા અધ્યક્ષ સચીનભાઈ દયારામભાઈ ગણાત્રાની સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.*