વિધિ કરવા ગયેલા સેગવા પાસે શિરોલા ગામનો યુવાન પોઇચા નર્મદા ડૂબ્યો.
આજે બીજે દિવસે લાશ મળી
રાજપીપલા નગરપાલિકા ફાયરબ્રિગેડની ટીમે લાશ શોધી.
પોલીસે કરી
કાર્યવાહી હાથ ધરી.
રાજપીપલા, તા 10
હાલ શનિરવિવાર ની રજામાં ચાણોદ પોઇચા ખાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં
સેગવા પાસે શિરોલા ગામનો યુવાન પોઇચા ખાતે વિધિ માટે પરિવાર સાથે આવ્યો હતો જેમાં નર્મદામાં ગઈ કાલે નહાવાપડતા નર્મદા ના ઊંડા પાણીમાં ખેંચાઈ જતાં ડૂબી ગયો હતો. જેની ભારે શોધખોળ બાદ
આજે બીજે દિવસે લાશ મળીહતી રાજપીપલા નગરપાલિકા ફાયરબ્રિગેડની ટીમના ફરીદ રાઠોડ સહીત ટીમે રેસ્કયૂ કરી લાશ શોધી કાઢી હતી. સ્થાનિક પોલીસે લાશને કબજે કરી રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપી છે લાશની ઓળખ કરી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા