મેયર કપ ફાઇનલમાં વડોદરાને 51 રને હરાવી જીત મેળાવતું જામનગર મેયર
જીએનએ જામનગર: જામનગર મેયર 11 વર્સીસ બરોડા મેયર 11 ની ફાઈનલ મેચ વડોદરા ખાતે યોજાઈ હતી. આ મેચ નું જીવંત પ્રસારણ ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે નિહાળવામાં આવેલ. આ તબક્કે જામનગર શહેર સંગઠન સહિત કાર્યકર્તાઓમાં ઉત્સાહ નો માહોલ જોવા મળેલ. જામનગર મેયર ૧૧ ટીમમાં – કેતન નાખવા (કેપ્ટન), એમ એલ એ દિવ્યેશ અકબરી, (ડે. મેયર) તપન પરમાર, (સ્ટે. કમિટી) મનીષ કટારીયા, ધવલ નંદા, ધર્મરાજસિંહ જાડેજા, આનંદ રાઠોડ, અલ્તાફ ખફી, જયરાજસિંહ જાડેજા, જીતુ સિંગાડા, પાર્થ જેઠવા, આશિષ જોશી, સુભાષ જોશી, પાર્થ કોટડીયા, રાહુલ બોરીચા, નિલેશ કગથરા સહિત નો ટીમ માં સમાવેશ કરવામાં આવ્યો હતો તથા બરોડા મેયર ૧૧ ની ટીમ સાથે ફાઈનલ મેચ રમવામાં આવેલ.
જામનગર મેયર ૧૧ એ બરોડા મેયર ૧૧ ને ૫૧ રન થી હરાવી. જીત મેળવી હતી. જામનગર શહેર એ ભારતીય ક્રિકેટ જગતને અનેક ખેલાડીઓ આપેલ છે. જામનગર મેયર ૧૧ ની જીત થતાં નગરજનો માં ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો. આ આખી મેચનું યુ.ટ્યુબ પર જીવંત પ્રસારણ કરવામાં આવેલ. આ તબક્કે વિશેષથી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા કૃષિમંત્રી રાઘવજી પટેલ, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, પૂર્વ મેયર તથા પવનહંસ ના ડાયરેકટર અમીબેન પરીખ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પંચાયત પ્રમુખ ધરમસીભાઈ ચનિયારા બરોડા ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા અને જામનગર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત ભરમાં ચેમ્પિયન બનેલ જામનગર મેયર કપ ની જીત મહાન ક્રિકેટર અર્જુન એવોર્ડ વિજેતા સ્વ. સલીમ દુરાની ને અર્પણ કરાઈ. ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, કૃષિમંત્રી રાઘવજી પટેલ, સાસદ પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, ડે. મેયર તપન પરમાર, સાસક પક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોસરાણી, શિક્ષણ સમિતિ ના ચેરમેન મનીષ કનખરા, પૂર્વ અધ્યક્ષ હસમુખ હિંડોચા, પૂર્વ મેયર અમીબેન પરીખ, પંચાયત પ્રમુખ ધરમસીભાઈ ચનિયારા સહિત શહેર સંગઠનના હોદેદારો, વિવિધ મોરચા પ્રમુખ તથા પદાધિકારીઓ, શિક્ષણ સમિતિ, કોર્પોરેટર શ્રીઓ, વોર્ડ પ્રમુખો, વોર્ડ પ્રભારી, વોર્ડ સમિતિ, પેઈજ પ્રમુખો, કાર્યકર્તાઓ દ્વારા જામનગર મેયર ૧૧ ની ટીમ ની જીત ને આવકારવામાં આવી હતી, તથા અભિનંદન પાઠવવામાં આવેલ હોવાનું ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ ના ભાર્ગવ ઠાકર એ અખબારી યાદીમાં જણાવ્યું હતું.