*માં તરફ જોવાનો બાળકનો અલગ અલગ ઉંમર મા બદલાવ કેવો હોય તે જાણો*
🌹 *ઉંમર ૨વર્ષ*
*મારી મમ્મીને કોઈએ જોઈ કે?*
*મને મારી મમ્મી જોઈએ છે* *મારી મમ્મી ક્યાં ગઈ હશે?*
🌹 *ઉંમર ૫ વર્ષ*
*અરે મમ્મી ક્યાં છે તું?*
*હું જાઉં છું સ્કૂલમાં*
*મને સ્કૂલમાં તારી બહુ યાદ આવે છે*
🌹 *ઉંમર ૮ વર્ષ*
*મમા લવ યુ*
*આજે ટિફિનમાં શું આપ્યું છે?*
*મમ્મી આજે સ્કૂલમાં ખૂબ હોમવર્ક આપ્યું છે*
🌹 *ઉંમર ૧૨ વર્ષ*
*પપ્પા મમ્મી ક્યાં ગઈ?*
*સ્કૂલથી ઘરે આવીએ અને મમ્મી ન દેખાય ને તો મજા નથી આવતી*
🌹 *ઉંમર ૧૪ વર્ષ*
*મમ્મી બાજુમાં બેસ ને તારી જોડે ઘણી બધી વાતો કરવી છે*
🌹 *ઉંમર ૧૮ વર્ષ*
*મમ્મી તું તો સમજને પપ્પાને કહે ને મને પાર્ટીમાં જવાની પરમિશન રાજા આપે*
🌹 *ઉંમર ૨૨ વર્ષ*
*શું મમ્મી, આ દુનિયા બદલાઈ રહી છે તું સમજતી નથી આજ તને કાંઈ સમજાતું નથી*
🌹 *ઉંમર ૨૫ વર્ષ*
*મમ્મી – મમ્મી જ્યારે જોઈએ ત્યારે શું મને શીખવાડે છે. હું કઈ હવે નાનો કિકલો છું*
🌹 *ઉંમર ૨૮ વર્ષ*
*અરે મમ્મી એ મારી પત્ની છે*
*તું સમજી લે ને એને એડજસ્ટ કરી લે ને*
*એને સમજાવવા કરતા તું તારી માનસિકતા બદલ ને*
🌹 *ઉંમર ૩૦ વર્ષ*
*અરે મમ્મી એ પણ એક મા છે*
*અને એને પોતાના છોકરાને સંભાળતા આવડે છે, તું દરેક બાબતમાં કટકટ ના કર*
*અને તેના પછી માને ક્યારે પણ કાંઈ પૂછ્યું નહીં અને તે ક્યારેય બુઢી થઈ ગઈ તે સમજાણું જ નહીં*
*માં તો આજે પણ એ જ છે પરંતુ તેને જોવાનો બાળકનો દ્રષ્ટિકોણ ઉંમર પ્રમાણે બદલાતો જાય છે*
🌹 *ઉંમર ૬૦ વર્ષ*
*અને એક દિવસ અચાનક*
*માં ચૂપ કેમ છે*
*મા કંઈક બોલને*
*પરંતુ માં કંઈ જ બોલતી નથી* *કારણ કે માં કાયમની શાંત થઈ ગઈ હોય છે*
*બિચારી માવડી* *માં*
*બે વર્ષથી ૫૦ વર્ષ સુધી પોતાના દીકરામાં આવતા બદલાવ “માં” સમજી શકતી નથી કારણ કે તેના માટે તો એ એનો નાનો દીકરો જ હોય છે*
*એ તો બિચારી છેલ્લે સુધી પોતાના દીકરાના નાની નાની બીમારીઓમાં એવી જ રીતે તડપે છે જ્યારે દીકરો નાનો હતો ત્યારે તડપતી હતી*
*અને દીકરો……?*
*મા ના ગયા પછી ક્યારેક દીકરાને સમજાય છે*
*કે તેણે કેટલો મોટો ખજાનો ગુમાવી દીધો છે*
*પરંતુ હવે રડીને કાંઈ પણ ઉપયોગ થતો નથી*
*અને રડ્યા સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી હોતો*
*ઉમર પ્રમાણે બડબડ કરનારા મા બાપને સમજી લેતા જો આવડે તો પ્રયત્ન કરજો*
*આટલું જો આવડી ગયું તો તમે તમારી જાતને સુશિક્ષિત સમજજો*
*બાકી તમારી ભણતર ની ડિગ્રીઓના ઢગલાનો કોઈ મતલબ નથી*
*તમારા વડીલોને મા બાપને જીવની જેમ જપો*
*તેમની સેવા કરો*
*સેવા કરવાનું ન ફાવે તો ફક્ત તેમને આદર સત્કાર આપો માન આપો એટલું પણ ચાલશે, તેઓ તમને અંતરથી ખૂબ ખૂબ આશીર્વાદ આપશે*