અમદાવાદ ખાતે નિમા વિદ્યાસંકુલના ભવ્ય વાર્ષિકોત્સવમાં બાળકોને પ્રોત્સાહિત કરાયા
જીએનએ અમદાવાદ: શાળાકીય શિક્ષણની સાથે બાળકોમાં આત્મવિશ્વાસ કેળવાય એવા હેતુથી નીમા વિદ્યાલય સંકુલમાં નિરંતર પ્રવૃતિઓ વર્ષ દરમ્યાન આયોજિત થાય છે. આખા વર્ષ દરમ્યાન જે બાળકો શ્રેષ્ઠ દેખાવ કરે છે તેમને વાર્ષિકોત્સવમાં ઈનામ અને ટ્રોફીથી પુરસ્કૃત કરવામાં આવે છે. મંગળવારના રોજ અમદાવાદના ટાગોર હૉલ ખાતે શાળાનો ભવ્ય વાર્ષિકોત્સવ ઉજવાયો.
જેમાં ૫૨૨ વિદ્યાર્થીઓએ ભાગ લઈ રંગમંચ ઉપર પોતાની કલા પ્રદર્શિત કરી હતી. લગભગ ૧૫૦૦ કરતા વધારે વાલીઓ અને શિક્ષણવિદ્દોએ પ્રેરક હાજરી આપી. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી આર. એમ. ચૌધરીએ કાર્યક્રમમાં હાજર રહી બાળકો, વાલીઓ અને શિક્ષકો માટે
પ્રેરણાદાયક પ્રવચન આપ્યું. આ વાર્ષિકોત્સવ “ઉત્સવ ૨૦૨૩” બાળકોના જીવનમાં એક મીઠું સંભારણું બની રહેશે.