પ્રોહીબીશનના બે ગણનાપાત્ર કેસો શોધી કાઢતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા ઇ.નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.વી.રાજગોર સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફ્થી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી.પટેલ તથા પો.સબ.ઇન્સ એન.પી.ગોસ્વામી તથા સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી પ્રા.વાહનથી નાઇટમાં પો.સ્ટે વિસ્તાર પેટ્રોલીંગમાં ફરતા ફરતાં ભચાઉ ગાંધીધામ નેશનલ હાઇવે રોડ પર નાની ચિરઈના ઓવરબ્રીજ પાસે આવતાં ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રાજેશ ધનજીભાઈ બકુત્રા રહે.ગોકુળગામ (નાની ચિરઈ) તા.ભચાઉ વાળો પોતાના કબ્જાની સ્વીફ્ટ કાર રજી.નં જી.જે.૧૨ એ.એ ૯૩૨૯ વાળીમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી પોતાના રહેણાંક મકાનમાં ઉતારવા જઇ રહેલ છે.જે બાતમી હકીકત આધારે પંચો તથા પોલીસ સ્ટાફ સાથે વોચમાં રહી સદરહું ગાડીનો પીછો કરી કોર્ડન કરી પકડી તપાસ કરતાં ગે.કા.નો ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલો મળી આવતાં મુદ્દામાલ શોધી કાઢી ધો૨ણસ૨કાર્યવાહી કરવામાં આવેલ છે.તથા બીજી ટીમના પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તાર પેટ્રોલીંગમાં ફરતા ફરતાં ભચાઉ ગાંધીધામ નેશનલ હાઇવે રોડ ૫૨ નાની ચિરઈના સ્મશાન પાસે આવતાં ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ઉત્તમ ગગુભાઇ બકુત્રા રહે.સરદાર પટેલ માર્ગ ગોકુળગામ (નાની ચીરઇ) તા.ભચાઉ વાળાએ પોતાના કબ્જાના રહેણાંક મકાનમાં ગે.કા.નો ભારતીય બનાવટની વિદેશીદારૂનો જથ્થો મંગાવી સંતાડી રાખેલ છે જે બાતમી હકીકત આધારે પંચો તથા પોલીસ સ્ટાફ સાથે સદરહું બાતમી હકીકત વાળી જગ્યાએ જઇ ઝડતી તપાસ કરતાં ગે.કા.નો ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલો મળી આવતાં મુદ્દામાલ શોધી કાઢી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ બન્ને ગુન્હા અલગ અલગ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

મુદ્દામાલ:(૧) મેકડોવેલ્સ નં.૦૧ કલેકશન વ્હીસ્કીની ૭૫૦ મી.લી ની બોટલો નંગ-૪૮ કિ.રૂ.૧૮,૦૦૦/- (૨) રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ મી.લી ની બોટલો નંગ-૧૩૨ કિ.રૂ.૬૮,૬૪૦/- (3) રોયલ સ્ટેગ સુપીરીયર વ્હીસ્કીની ૭૫૦ મી.લી ની બોટલો નંગ-૧૫૬ કિ.રૂ.૬૨,૪૦૦/- (૪) ઓલ સીઝન ગોલ્ડન કલેકશન વ્હીસ્કીની ૭૫૦ મી.લી ની બોટલો નંગ-૪૮ કિ.રૂ.૧૮,૦૦૦/- (૫)બ્લેન્ડર પ્રાઇડ સીલેક્ટ પ્રીમીયમ વ્હીસ્ટીની ૭૫૦ મી.લી ની બોટલો નંગ-૨૪ કિ.રૂ.૨૦,૪૦૦/- (૬) ઇમ્પેક્ટ બ્લુ ક્લાસીક વ્હીસ્કીની ૧૮૦ મી.લીના કવાટરીયા નંગ-૯૦ કિ.રૂ.૯૦૦૦/- (૭) સ્વીફ્ટ કાર જેના રજી નં જી.જે ૧૨ એફ.એ ૩૨૯ વાળી જેની કી.રૂ ૫,૦૦,૦૦૦/- (૮) મોબાઇલ ફોન નંગ-૦૨ જે કી.રૂ ૧૫૦૦૦/- કુલ કિ.રૂ: ૭,૧૧,૪૪૦/-

 

પકડાયેલ આરોપી :- (૧) રાજેશ ધનજીભાઇ બકુત્રા ઉ.વ ૨૧ રહે.ગોકુળગામ (નાની ચિરઈ) તા.ભચાઉ

 

હાજર ન મળી આવેલ આરોપી :- (૧) ઉત્તમ ગગુભાઇ બકુત્રા ૨હે.ગોકુળગામ (નાની ચિરઈ) તા.ભચાઉ (૨) માલ મોકલનાર તથા તપાસમાં નીકળે તે

 

આ કામગી૨ી પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ તથા પો.સબ.ઇન્સ આર.જે.સિસોદીયા તથા એન.પી.ગોસ્વામી તથા ભચાઉ સર્વેલન્સ સ્ટાફ સાથે રહી ક૨વામાં આવેલ છે.