કચ્છ મુદરામાં ખીનજ માફિયા બન્યા બેફામ
મુદરા થી શકિત નગર વચ્ચે આવેલ કેવડી નિંદના પટમાં આવેલ ખુબજ ચર્ચરીત રેતી લીઝ જેમાં ખુબજ રીતે ગેરકાયદીર રીતે રેતી ચોરી કરવામાં આવે છે. જેમાં તંત્રને જાણ હોવા છતા તંત્ર કેમ આંખ બંધ અને આડા કાન કરતી હોય છે. લીઝમાં કેટલાક ક વર્ષોથી ખનિજ ગેરકાયદેસર રીતે અને બંધારણ નિયમ વિરૂધ્ધ રેતી ચોરી કરવમાં આવે છે. નિયમ મુજબ સાંજના સમય પછી રેતી ઉપાડી સકાય નહિ પરંતુ અર્ધયા તો ખનિજ માફિયાઓ દિવસ હોય કે રાત એક સરખો છે.છેલ્લા થોડાક સમયથી સાંજ પછી રેતી ઉપાડવા માટે ખાણ માંથી બીજો રસ્તો કાઢવમાં આવેલ છે.જેથી રાતના સમયમાં રેતી ચોરી કરવી સરળ રહે અને કોઈ જોઈ ના શકે નિહ. કેવડી નદીના પટમાં આવેલ ખાણમાં ભૂર્ગમાં તળીયા જાત કરી નાખેલ છે.વારવાર રજુઆતો થતી હોય છે.પણ ખાણ ખનિજ ખાતાના અધિકારીઓ આવીને રાઉન્ડ મારી જતા હોય છે, એમના વિરૂધ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવમાં આવતી નથી.કેવડી નદી માંથી રેતી ભરેલ ટ્રકમાં નંબર પ્લેટ પણ હોતી નથી તો રોયટી પાસ કે પરમીટ હોય કે નહિ એ તો ખાલી ખનિજ માફિયાઓ જ જાણે.ખાણ માંથી નિકળતા ટ્રકમાં નંબર પ્લેટ નહિ અને રોયલટી,પાસ પરમીટ નહિ પરંતુ એ ટ્રક એટલા ઓવર લોડ જતા હોય છે. છતા તંત્ર કેમ હોય છે ચુપ
તેમજ પુર્વ ખાણ ખનિજ ખાતાના અધિકારીઓ મુંદરા પોચે તે પહેલા ખનિજ માહ્વિાઓ એમની મહેમાન ગતી માટે લાઇનો લાગાવી બેઠા હોય છે.જયારે ખાણ ખનિજ ખાતાના અધિકારીઓની ગાડી મુંદરા પહોંચે તો ખનિજ માફિયાઓ માટે ભગવાન આવ્યા હોય તેવું માહોલ બની જાય છે.અને પુર્વ કચ્છ ખાણ ખનિજ ખાતાની ગાડી સાથે જાણે ખાણ ખનિજની ગાડીમાં વરરાજા બેઠા હોય અને વરરાજાની પાછળ ખનિજ માફિયાઓની ગાડીઓની લાઈન લાગે છે, ત્યાર, એવું લાગે છે. કે વરરાજાની જાનમાં ખનિજ માફિયાઓ જાનૈયા હોય.
(1) પુર્વ ખાણ ખનિજ ખાતાના અધિકારીઓ અને ખનિજ માફિયાઓનો વચ્ચેનો આટલા અગત સંબંધ કેમ ? (2) પુર્વ ખાણ ખનિજ ખાતાના અધિકારીઓની એડલી મહેમાન ગતી કેમ ! (3) પુર્વ ખાણ ખનિજ ખાતાના અધિકારીઓ અને ખનિજ માફિયા વચ્ચેનો સંબંધ મતલબ છે (4) “યે રીસ્તા કયા કહેલાતા હૈ”(5) કયારે બંધ થશે નિજ ચોરી ? કેમ આટલા બેફામ બન્યા ખનિજ માફિયાઓ : (6) ખનિજ માફિયાઓને કેમ ખાણ ખનિજ ખાતાના. નથી રહેયો ડર શું ‘ (7) યે રીસ્તા કયા કહેલાતા હૈ” સંબધ કે પછી “ગાલમાલ હે ભાઈ યે સબ ગોલમાલ હૈ” આ એકજ નહિ પરંતુ મુંદરા તાલુકામાં આવી રીતે અનેક જગ્યાએ ખનિજ ચોરી થાય છે. અબ દેખતે હૈ યે રીસ્તા કબ ટુટેગા ઔર કબ હોગી ઇનપે કાર્યવાહી – રીપોર્ટ બાય – મહેશ રાજગોર ભચાઉ