💫 _*વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા રૂ.૧૨,૫૦૦/-ની કીંમતનો ખોવાયેલ મોબાઈલ ફોન જૂનાગઢ પોલીસ દ્રારા શોધી આપેલ.*_

💫 _ગોપાલભાઇ રમણીકભાઇ પોપટ કૈલાશ નગર જુનાગઢ ખાતે રહેતા હોય અને તેમનો *રૂ. ૧૨,૫૦૦/- ની કીંમતનો SAMSUNG કંપનીનો M30 મોબાઇલ ફોન* કાળવા ચોક ખાતેથી ખોવાયેલ. તે મોબાઇલ ફોનમાં તેમના અગત્યના દસ્તાવેજ તેમજ અન્ય વસ્તુઓ સેવ કરેલ હતી, જે મોબાઈલ ફોન ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય અને તેઓ વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ એ.ડીવી.પો.સ્ટે.ના પી.આઇ. એમ.એમ.વાઢેરને કરતા પી.આઇ. એમ.એમ.વાઢેર દ્વારા જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
💫 _જૂનાગઢ રેન્જના *આઈજી શ્રી મયંકસિંહ ચાવડા* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, *પોલીસ પ્રજાનો મિત્ર છે*, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
💫 _જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. હાર્દિકસીંહ સીસોદીયા, રાહુલગીરી મેઘનાથી, દેવેનભાઇ સીંધવ, શૈલેન્દ્રસિંહ સિસોદિયા, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી જે સ્થળેથી મોબાઇલ ફોન ખોવાયેલ હતો તે સ્થળના *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV* ફૂટેજ ચેક કરી રૂ. ૧૨,૫૦૦/- ની કીંમતનો SAMSUNG કંપનીનો M30 મોબાઇલ ફોન શોધી આપેલ._
💫 _જૂનાગઢ *નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા રૂ. ૧૨,૫૦૦/- ની કીંમતનો SAMSUNG કંપનીનો M30 મોબાઇલ ફોન સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ગોપાલભાઇએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો…*_
💫 _જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ગોપાલભાઇનો *રૂ. ૧૨,૫૦૦/- ની કીંમતનો SAMSUNG કંપનીનો M30 ખોવાયેલ મોબાઈલ ફોન સહી સલામત પરત અપાવી,* સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, *પોલીસ પ્રજાનો મિત્ર છે*, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.._
