અંબાજી ખાતે માં અંબાના દર્શન દ્વારા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવતા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી

 

જીએનએ પાલનપુર: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કરી પૂજા- અર્ચના કરી હતી. સવારે અધ્યક્ષશ્રીએ પરિક્રમા મહોત્સવમાં પધારેલ માઈ ભક્તો સાથે 51 શક્તિપીઠ પરિક્રમા કરી હતી. ત્યારબાદ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી અને ગુજરાતના લોકોની સુખ – સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માતાજીનો ખેસ પહેરાવીને સ્વાગત કરવામા આવ્યુ હતુ. અંબાજી મંદિર ખાતે તેઓએ સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કર્યા હતા અને ત્યારબાદ મંદિરમાં ગર્ભગૃહ માં અંબાના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓએ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.