ગાંધીધામ આદિપુર શહે૨માં આવેલા ગે૨કાનુની રીતે ચાલતા કતલખાના (હાટડા) બંધ ક૨ાવવા બાબતે.
જયભારત સાથે જણાવવાનું કે, ગાંધીધામ આદિપુર શહેરમાં આવેલા ગે૨કાનુની રીતે ચાલતા કતલખાના કોઈ રોક ટોક વગર અને કોઈ ૫૨મિશન વગર ચાલે છે અન જાહેર રસ્તા ૫૨ કોઈ પણ જીવ ની હત્યા કરવા ૫૨ પ્રતિબંધ છે હાઈકોર્ટ દ્વારા પણ કાર્યવાહી ક૨વાનો આદેશ છે છતાં પણ ગાંધીધામ આદિપુ૨ શહે૨માં કસાઈઓ દ્વારા – ખુલ્લે આમ જીવો ની હત્યા થઈ રહી છે જેના થી અમો જીવદયાપ્રેમી ઓની લાગણી દુભાઈ છે અને ૨સ્તા ૫૨ ખુલ્લેઆમ જીવો ની ક્રુરતાપૂર્વક કાપવામાં આવે છે તેના કા૨ણે જાહે૨ ૨સ્તા ૫૨ થી ચાલતા લોકો લેડીશ અને નાના બાળકો ૫૨ ખ૨ાબ અસર પડે છે અને લોકો ના કહેવા પ્રમાણે નાના બાળકો ડરી જાય છે મહિના સુધી એ ડ૨ નીકળતો નથી અન અમુક નાના બાળકો જે ના સમજ છે જે ઘરે જઈને ચાકુ જેવા ધારદાર હથિયાર થી ૨ીયશલ ક૨ે છે એ પણ આવના૨ સમય માટે ખતરા રૂપ છે
જેની નોંધ લેવી એ પણ જરૂરી છે નહીં તો આની અસર સમાજ માટે લાલબત્તી સમાન છે કોઈ પારવાના વગર આવા કતલખાના કોની મહેરબાની થી ચાલે છે એમના ૫૨ પણ કડક કાર્યવાહી થવી જોઈ એ જાહે૨ ૨સ્તા અને મંદિરો કે વિદ્યા મંદિ૨ો ની આજુ બાજુ માં આવેલ તમામ કતલખાના તાત્કાલિક ધોરણે બંધ ક૨ાવવા મા આવે એવી અમારી માંગણી છે તો તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધ૨વામાં આવે એવી વિનંતિ છે.
જો આવી ગંભીર બાબતે આપશ્રી દ્વારા કોઈ સંતોષ કારક કાર્યવાહી હાથ ધ૨વામાં નહી આવે તો અમે શહીદ ભગતસિંહ ના ચિંઘ્યા માર્ગે જઈશું અને સર્વે સમાજ અને સંસ્થા સંગઠનો વેપા૨ીઓ દ્વારા ઉ૫૨ સુધી લડાઈ લડીશું અને જાહેર રસ્તા મંદિરો અને વિદ્યા મંદિરો ની આજુ બાજુ કતલખાના બંધ ક૨ાવીશુ.