વિર મેઘમાયા સંકુલએ કેન્દ્રીય નાણાં મંત્રી ડૉ. ભગવત કરાડનુ નગરસેવક રાજેન્દ્રભાઈ દ્વારા સન્માન કરાયું.

જીએનએ પાટણ: કેન્દ્રીય રાજ્ય નાણાંમંત્રીશ્રી ડૉ. ભગવત કરાડ જી ઐતિહાસિક નગરી પાટણની બે દિવસની મુલાકાતે છે તેઓએ આજરોજ વિર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ની મુલાકાત લઈ વિર મેઘમાયા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે પાટણ નગરપાલિકા ના નગરસેવક રાજેન્દ્ર કે. હિરવાણીયા એ કેન્દ્રીય રાજ્ય નાણાંમંત્રીશ્રી ડૉ. ભગવત કરાડ જીને બુકે અને ખેસ પહેરાવીને સન્માન કર્યું હતું.

નગરસેવક રાજેન્દ્ર કે. હિરવાણીયા એ કેન્દ્રીય મંત્રી ડૉ. ભગવત કરાડ સાથે વિર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ સેન્ટર પાટણ ના ચેરમેન અને લોકપ્રિય સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી સાથે ટેલીફોનીક વાત કરાવી હતી. ડૉ. કિરીટભાઈ સોલંકી એ કેન્દ્રીય નાણાં મંત્રી ડૉ. ભગવત કરાડને વિર મેઘમાયા દેવના ઇતિહાસ અંગે તેમજ ભારત સરકાર દ્વારા વિર મેઘમાયાની ટપાલ ટિકિટ બહાર પાડનાર છે અને ગુજરાત ભાજપ રાજ્ય સરકારના માતબર આર્થિક અનુદાન થકી ભવ્ય મંદિર અને સ્મારકનું નિર્માણ થઇ રહેલ છે તે અંગેની ટેલીફોનીક માહિતી આપી અવગત કર્યા હતા.