*સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૫ અન્વયે કલેકટરની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા અમલીકરણ સમિતીની બેઠક યોજાઈ*
દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૫ કેચ ધ રેઈન ૨.૦ની દેવભૂમિ દ્વારકા જિલ્લા અમલીકરણ સમિતીની બેઠક જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
આ બેઠકમાં વોટરશેડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જળસ્ત્રાવ,પાણી પુરવઠા, સિંચાઈ, ખેતીવાડી, વન વિભાગ જેવા વિવિધ સંકળાયેલા વિભાગો સાથે સંકલન દ્વારા તળાવ ઊંડા કરવા, ચેકડેમ રિપેરિંગ, નહેરોની મરામત, સાફ સફાઈ, ડિસિલ્ટિંગ જેવા વિવિધ કામો નિયત ગાઇડલાઇન અનુસાર સફળતાપૂર્વક અને સમયાનુસાર કરવા માટે કલેકટરએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા તેમજ અમલીકરણ સમિતિના સભ્યઓ ઉપસ્થિત રહ્યાં હતાં.-એબીએનએસ