પૃથ્વી હવે વિરુદ્ધ દિશામાં ફરશે તો શું થશે

પૃથ્વીની અંદરની કોર એ ફરવાનું બંધ કરી દીધું છે અને હવે વિરુદ્ધ દિશામાં ફરવાનું શરૂ કરશે. નેચર જીયોસાયન્સમાં પબ્લિશ થયેલા રિસર્ચ મુજબ, ધરતીની અંદરની કોરનું રોટેશન હાલમાં થોભી ગયું છે. વર્ષ 2009માં આ રોટેશન થોભ્યું અને પછી તે આશ્ચર્યજનક રીતે વિરુદ્ધ દિશામાં ફરવામાં લાગ્યું. ચીનની પેકિંગ યુનિવર્સિટીના રિસર્ચરોએ જણાવ્યું કે, પૃથ્વીના કોરની એક ચક્ર સાત દાયકાનું હોય છે. એટલે કે તે દરેક 35 વર્ષે પોતાની દિશા બદલે છે. અગાઉ વર્ષ 1970માં તેની દિશા બદલાઈ હતી અને આગામી નવું ચક્ર 2040ના મધ્યમાં શરૂ થવાની ધારણા હતી.કોરના રોટેશનથી દિવસની લંબાઈમાં ફેરફાર થાય છે. તેના કારણે પૃથ્વીને પોતાની ધરી પર ફરવામાં લાગતા સમયમાં પણ થોડો ફેરફાર થઈ શકે છે. ટીમે કહ્યું કે, આ અભ્યાસ પૃથ્વીના લેયરો વચ્ચેના એકિકૃત સંબંધને દર્શાવે છે. અમને આશા છે કે અમારા અભ્યાસથી કેટલાક રિસર્ચરોને પૃથ્વીની એકિકૃત ડાયનામિક સિસ્ટમનું ટેસ્ટ મોડ્યુલ બનાવી તેના પર અભ્યાસ કરી શકે. તેમણે ઉમેર્યું કે, અત્યાર સુધીમાં કોરના ફરવામાં થયેલા ફેરફારના કારણે સપાટી પર અસર થશે કે નહીં તેના કોઈ પૂરાવા મળ્યા નથી.