ભચાઉના મોરગર ગામની પ્રસુતાને સફળ ડીલીવરી કરાવતી ટીમ 108

ભચાઉ તાલુકાના મોરગર ગામના વાડી વિસ્તારમાં રહેતા વનીતાબેન ભાભોરને પ્રસુતીની પીડા ઉપડતા જ આશાવર્કર લીલાબેન એ 108 ને કોલ કર્યો હતો. આ કોલ સામખયારી 108 EMRI GREEN HELTH સર્વિસની ટિમ ને મળતા ત્યાં ના કર્મચારી ઓ ઇમટી ગણપતભાઈ ઠાકોર અને પાઈલોટ અસગરભાઈ કુરેશી તરત જ 108 સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં. ત્યાંથી પેસન્ટને ભચાઉ સરકારી હોસ્પીટલ જવા નીકળ્યા હતા. ભચાઉ સરકારી હોસ્પિટલમાં ચેક કરતા માલુમ પડ્યું કે સગર્ભાને વધુ સારવારર્થે અંજાર હોસ્પિટલ લઇ જવા નીકળ્યા હતા.

ચિરાઈ નજીક પહોંચતા રસ્તા માં જ સગર્ભા ને પ્રસુતિની પીડા ગંભીર માલુમ પડતા રસ્તા વચ્ચે ડિલિવરી કરાવી પડે તેમ હતી. અમદાવાદ ખાતેના 108 ના ઇમરર્જન્સી યભિા મિ. ભાવિક સર ને કોલ કરી નિષ્ણાત ની સલાહ લીધી. 108 માં ઉપલબ્ધ ડીલીવરીના સાધનો, તથા ટેકનીકનો ઊપયોગ કરીને રસ્તામાં જ સફળતાપુર્વક બાળકીનો જન્મ કરાયો હતો. તથા વધુ સારવારર્થે માતા અને બાળકીનેં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લક્ષ્મી સમાન બાળકી નો જન્મ થતા પરિવાર અને ઙ. ખ મનવીર ડાંગર સર અને ઊખઊ હરેશ વાણીયા સરે સારી કામગીરી ને બિરદાવી અને 108 સામખ્યારી ટીમ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.