*સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકામાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ બાબતે ગ્રામ પંચાયતોને સક્રિય કરવા તાલુકા કક્ષાએ કાર્યક્રમનું આયોજન* .
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા પંચાયત ખાતે વડાલી તાલુકા વિકાસ અધિકારી શ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ દ્વારા ગ્રામ પંચાયત વિકાસ આયોજન બાબતે ગ્રામ પંચાયત પ્રતિનિધિઓ અને સરકારી વિભાગો સાથે તાલુકા કક્ષાએ સંકલન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં વડાલી તાલુકા સરપંચ એસોસીએશનના પ્રમુખ નરેશભાઈ પટેલ ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ ભાટી મહામંત્રી પ્રકાશભાઈ પટેલ તથા વિવિધ પંચાયતોના સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી અને પંચાયત સભ્યશ્રીઓ હાજર રહ્યા..
ભવાનગઢ, હાથરવા અને ભંડવાલ સરપંચશ્રી એ પોતાના ગામોમાં થતી રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ સંસ્થા ની કામગીરી વિશે અનુભવો રજૂ કર્યા હતા જેમાં જલવાયુ પરિવર્તન, આરોગ્ય, સામાજિક સુરક્ષા આજીવિકાના સ્ત્રોત, એડવાન્સ ટેકનોલોજી થી
ગામને વિકસિત, અને હરિયાળુ બનાવવા માટે તથા ગ્રામની સ્વચ્છતા ને લઈ TDO સાહેબશ્રી તથા રિલાયન્સ ફાઉન્ડેશનના ભરતભાઈ પટેલ, વર્ષાબેન મહેતા દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ તથા નરોત્તમ લાલભાઈ રૂલલ ડેવલપમેન્ટ ફંડ ના મહેશભાઈ દ્વારા પોતાના પ્રતિભાવો અને અનુભવોનું સેરિંગ કરેલ તથા CRP જીજ્ઞેશભાઈ પરમાર, ચેનવા કિરણભાઈ સુરેશસિંહ ચૌહાણ અને પ્રોગ્રામ ફેસિલિટેટર પાયલબેન પરમાર દ્વારા કાર્યક્રમ નું આયોજન અને સહયોગ કરેલ
જેમાં વડાલી તાલુકા પંચાયત ના વિવિધ વિભાગો મનરેગા,PMAY તથા SBM શાખાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહી પોતાની યોજનાઓ વિશે વિગતે માહિતી આપી હતી.
કાર્યક્રમની પૂર્ણાહુતી તરફ લઈ જતા સી.આર.પી સુરેશસિંહ ચૌહાણ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી..