💫 *_વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા ઓટો રીક્ષામાં ભુલી ગયેલ રૂ. ૮,૦૦૦/-ની કીંમતના નવા કપડા સહીતના સામાનનો થેલો નેત્રમ શાખા જૂનાગઢ દ્રારા શોધી કાઢેલ._*

💫 _અરજદાર પૂજાબેન પરમાર વંથલીથી પોતાના પરીવાર સાથે જૂનાગઢ ખાતે આવેલ અને ગાંધીચોક ખાતે ઓટો રીક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની સાથેનો એક થેલો કે જેમાં નવા કીંમતી કપડા સહીતનો સામાન હતો જે થેલો ઓટો રિક્ષામાં ભૂલી ગયેલ જે થેલો ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય, તે અને તેમના પરીવાર વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ બી ડીવીઝનના પી.આઇ. એન.એ.શાહ ને કરતા પી.આઇ. એન.એ.શાહ દ્રારા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

 

💫 _જૂનાગઢ રેન્જના *આઈજી શ્રી મયંકસિંહ ચાવડા* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

 

💫 _જૂનાગઢ હેડ ક્વા. ડીવાયએસપી એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. શીલ્પાબેન કટારીયા, પાયલબેન વકાતર, દેવેનભાઇ સીંધવ, મસઉદ અલીખાન પઠાણ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી પૂજાબેન અને તેમનો પરીવાર ગાંધીચોક જે ઓટો રીક્ષામાં ઉતરેલ તે સમગ્ર રૂટના *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV* ફૂટેજ ચેક કરતા પૂજાબેન જે ઓટો રીક્ષામાં બેઠેલ તે ઓટો રીક્ષાના નં GJ 17 TT 5172 શોધી કાઢવામાં આવેલ._

 

💫 _નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા CCTV ફૂટેજ ચેક કરતા ઓટો રીક્ષા ના ઉપરના ભાગે થેલો હોવાનુ જણાયેલ, ઓટો રીક્ષા ચાલકને શોધી ઉક્ત થેલો કે જેમાં પૂજાબેન અને તેમના પરીવારનો રૂ. ૮,૦૦૦/- ની કીંમતના સામાનનો હોય જે નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા શોધી આપેલ._

 

💫 _નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા પોતાના કીંમતી સામાનનો થેલો સહી સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને *પૂજાબેન દ્રારા નેત્રમ શાખાના પોલીસ સ્ટાફનો આભાર પણ વ્યક્ત કર્યો હતો….*_

 

💫 _જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂ. ૮,૦૦૦/-ની કીંમતનો થેલો ગણતરીની કલાકોમાં પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી *“પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે…_