પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ – કચ્છ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પુર્વ કચ્છ , ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના ઇ.પોલીસ ઇન્સ્પેક્ટરથી આર.આર.વસાવા સાહેબનાઓ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મહેન્દ્ર હાજાભાઈ દાફડા રહે ભટપાળીયા વિસ્તાર ભચાઉ વાળો પોતાના કબ્જાની મારૂતિ સ્વીફટ ગાડીમાં વિદેશીદારૂ ભરીને ભચાઉ થી રામદેવપીર બાજુ આવી રહેલ છે જે બાતમી આધારે વોચમાં હતા તે દરમ્યાન મારૂતિ સ્વીફ્ટ ગાડી જેના રજી નં . GJ – 12 – EE – 7532 વાળી આવતાં ઉભી રખાવી તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતાં આ મુદામાલ કયાંથી લાવેલ અને બીજો મુદામાલ કયાં રાખેલ છે તે બાબતે વધુ પુછપરછ કરતાં જણાવેલ કે બીજો મુદામાલ ભચાઉ ખાતે આવેલ અંબિકાનગરમાં નવા બનતા મકાનના કંપાઉન્ડમાં આવેલ ઓરડીમાં રાખેલ હોઈ સદરહુ મકાને જઇ ઝડતી તપાસ કરતાં ત્યાંથી પણ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતાં જે અંગે મકાનના કંપાઉન્ડમાં આવેલ ઓરડીમાં તેમજ સ્વીફ્ટ ગાડીમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતિય વિદેશી દારૂની બોટલો તથા બીયર ટીનના અલગ અલગ બ્રાન્ડની બોટલોનો મુદ્દામાલ પકડી પાડી પકડાયેલ ઈસમ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે .
પકડાયેલ આરોપી : ( ૧ ) મહેન્દ્ર હાજાભાઈ દાફડા ઉ.વ ૩૧ ૨હે ભટપાળીયા વિસ્તાર ભચાઉ મુળ રહે.કડોલ તા.ભચાઉ
કબ્જે કરેલ મુદ્દામાલ : ( ૧ ) મેકડોવેલ્સ નં .૦૧ રીઝર્વ વ્હીસ્કી ની ૭૫૦ મી.લી.ની બોટલો નંગ -૧૬૮ જે કિ.રૂ .૬૩૦૦૦/ ( ૨ ) બ્લેન્ડર પ્રાઇડપ્રીમીયમ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ -૭૨ જે કિ.રૂ .૬૧,૨૦૦ / ( 3 ) રોયલ ચેલેન્જ પ્રીમીયમ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ -૬૦ જે કિ.રૂ .૩૦,૦૦૦/ ( ૪ ) રોયલ સ્ટેગ રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ -૨૪ જે કિ.રૂ .૧૨,૦૦૦ / ( ૫ ) રીયલ્સ 3 એક્ષ ૨મ ૭૫૦ મી.લી.ની બોટલો નંગ -૯૬ જે કિ.રૂ .૩૩,૬૦૦ / ( ૬ ) કીંગફીશર સ્ટ્રોંગ પ્રીમીયમ ૫૦૦ મી.લી.ના બીયર ટીન નંગ -૩૧૨ જે કિ.રૂ .૩૧,૨૦૦ / ( ૭ ) મોબાઇલ નંગ -૧ કિ.રૂ .૫૦૦૦ / ( ૮ ) સ્વીફટ ગાડી રજી.નં. GJ – 12 – EE – 7532 કિ.રૂ .૪,૦૦,૦૦૦ / કુલ કિ.રૂ .૬,૩૬,૦૦૦/
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટથી આર.આર.વસાવા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે .