નખત્રણા તંત્ર જાગ્યું , ચાઈનીઝ દોરની શંકાએ ચકાસણી
નખત્રાણામાં પતંગો તેમજ દોરા વેચવા માટે ખોલવામાં આવેલા પતંગ સ્ટોલની વન વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી . ઉતરાયણ પર્વને લઈ હાલ ચાઈનીઝ દોરના વેંચાણ અંગે ચિંતા જોવા મળી રહી છે . ત્યારે ચાઈનીઝ દોરાની ચકાસણી માટે વન વિભાગ આગળ આવ્યું હતું . આ વેળાએ ચાઈનીઝ દોરા કે તીક્ષણ કાચ વાળા માંઝાથી તૈયાર થયેલા દોરા માલુમ પડશે તો વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે .