અમદાવાદના 72 વર્ષીય પ્યારેલાલ જાખોદિયાનું સ્પર્ધા સમયે હાર્ટ એટેક આવતા મૃત્યું

પોરબંદર ખાતે ચાલતી આ રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાના બીજા દિવસે એક સ્પર્ધકનું મોત નીપજતા દોડધામ મચી ગઈ હતી. રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં ભાગ લેવા અમદાવાદથી પોરબંદર આવેલા 72 વર્ષીય પ્યારેલાલ જાખોદિયાનું સ્પર્ધા સમયે હાર્ટ એટેક આવતા મૃત્યું નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્પર્ધકોમાં તેમજ આયોજકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે તે મુજબ સ્પર્ધા દરમિયાન વૃદ્ધના મોઢામાં પાણી જતું રહેતા હાર્ટ એટેક આવ્યાનું અનુમાન કરવામાં આવ્યું છે.