જિલ્લા ખનીજ વિભાગે 15 વાહનો જપ્ત કરી 17 લાખના દંડની વસુલ્યો.

જિલ્લા ખનીજ વિભાગે 15 વાહનો જપ્ત કરી 17 લાખના દંડની વસુલ્યો.
નર્મદામાં ગેરકાયદે રેતી ખનન ખનીજ વિભાગ દ્વારા ડ્રોનથી સર્વે.
સંસદ મનસુખ વસાવાએ દીસા કમિટીની બેઠકમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં હાલ અન્ય પ્રોજેક્ટનું નિર્માણ કાર્યની આડમાં ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખાનગી ડુંગરો રાતોરાત માટી ખોદી હજારો હાઈવા ગાડી ગેરકાયદેસર ખનન કરી સરકારને જ મોટું નુકસાન પહોંચાડી રહ્યા ની ફરિયાદ.
રાજપીપળા,તા.26
નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર પણ હાલ અન્ય પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. નિર્માણ કાર્યની આડમાં ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન કરાઇ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો અગાઉથી છે.પહેલા સ્ટેચ્યુ ને જોડતો રોડ માટે અને હાલ રેલવે લાઇન માટે માટી પુરાણ ની જરૂર હોય કોન્ટ્રાક્ટરો પોતાની મરજીથી ખાનગી ડુંગરો રાતોરાત હજારો હાઈવા કાઢી ગેરકાયદેસર ખનન થી સરકારને જ મોટું નુકસાન જઈ રહ્યું હોવાની ફરિયાદો ઊઠતાં ગેરકાયદેસર ખનન સામે ખાણ-ખનીજ વિભાગે લાલ આંખ કરી છે.
નર્મદા જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ગેરકાયદેસર ખનન બાબતે ગાંધીનગર થી અલગ અલગ ટીમો દ્વારા ડ્રોનથી સર્વે હાથ ધરાયું હતું. તંત્રની આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓ ફફડાટ ફેલાયો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ચાલતી વિવિધ ક્વોરી બ્લાસ્ટિંગ થી સરકાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાને નુકસાન થઇ રહ્યું હોવાની ફરિયાદો પણ ઉઠી હતી એ બાબતે ખાણ-ખનીજ વિભાગે ક્વારીઓમાં આકસ્મિક વિઝીટ કરી સર્વે હાથ ધરી નિયમો મુજબ ખાન કામ કરવા કોન્ટ્રાક્ટરો ને કડક સૂચનાઓ અપાઇ હોવાનું જણાવવામાં આવ્યું છે.
નર્મદા જિલ્લામાંથી રાત્રી દરમિયાન આડે ધડ ઓવરલોડ ટ્રકો પસાર થતી હોવાથી અકસ્માત ના અનેક બનાવો બનવા પામ્યા હતા જેથી લોકોમાં રોષ ફેલાતો હતો. આવા બનાવો અટકાવવા ખાણ-ખનીજ વિભાગે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં છેલ્લા બે મહિના દરમિયાન ૨૫ જેટલા ઓવરલોડ વાહનો જપ્ત કરી તેમની પાસેથી 17.69 લાખ જેટલો દંડ પણ વસુલ કર્યો હતો.અત્રે એ ઉલ્લેખનીય છે કે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાની દિશા કમિટીની એક બેઠકમાં રાત્રી દરમિયાન રાજપીપળા વિસ્તારમાં ઓવરલોડેડ ટ્રકોને પસાર થતી રોકવા તાકીદ કરી હતી.જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના ગામોમાં કોન્ટ્રાકટરો દ્વારા કોઈપણ રોયલ્ટી લીધા વગર હજારો હાઈવા સરકારની તિજોરીને નુકસાન પહોંચાડ્યું હતું. તો આવી માટી ખનન કરનારા તત્વો સામે પણ ગુનો નોંધાવો જોઈએ તેવી એવી માંગ કરાઈ હતી.

રિપોર્ટ: જયોતિ જગતાપ,રાજપીપળા