બેકિંગ ન્યુઝ……
◼️કચ્છમાં અપમૃત્યુના વધુ ૪ બનાવો…વાયોરમાં શ્રમજીવએ કર્યો આપઘાત…મોટી નાગલપરમાં મહિલાની આત્મહત્યા…ધાણેટી નજીક કારની હડફેટે યુવાનનું મોત…
◼️કંડલા મરીન પોલીસ દ્વારા કરાઈ કામગીરી…દરોડામાં પકડાયેલા દારૂનો નાશ કરાયો…૨૩ લાખથી વધુના મુદામાલનો નાશ…શિણાયમાં દારૂ પર ફર્યું બૂલડોઝર…
◼️માધાપરમાં એલસીબીનો સપાટો…દારૂના કટીંગ પર સફળ દરોડો…૮૦ હજારનો દારૂનો જથ્થો ઝડપાયો…
◼️માંડવીના મોટી મઉંમાં યુવક લૂંટાયો…છરીની અણીએ ૮૦ હજારની લૂંટ…પાન મસાલાની ફેરી કરતો યુવાન લૂંટાયો…
◼️મીઠીરોહરના વાડામાંથી ઝડપાયું બાયોડીઝલ…૨૩ લાખનું બાયોડીઝલ કરાયું જપ્ત…૪૩.૨૫ લાખ મુદ્દામાલ કરાયો કબ્જે…
◼️ભુજના બંધ મકાનમાંથી મોટી ચોરી…૧૩.૨૦ લાખની ચોરીથી ચકચાર…પોલીસે હાથ ધરી આગળની તપાસ…
◼️નસેડીઓના રંગમાં ભંગ પાડતી પોલીસ…નવા વર્ષની ઉજવણીમાં કર્યો હતો નસો…૬૮ દારૂડિયાઓને ઝડપી પાડતી પોલીસ…
◼️સીમાની સુરક્ષા માટે બીએસએફ પ્રતિબધ્ધ…કચ્છમાં બીએસએફની નોંધપાત્ર કામગીરી…૨૦૨૨માં ૨૨ પાકિસ્તાની ઘુસણખોર પકડાયા…૭૯ પાક. માછીમારી બોટ પણ કરી જપ્ત…
◼️કચ્છમાં ઠારનો માર યથાવત…નલિયા ૮.૮ ડિગ્રી સાથે સૌથી ઠંડુ…ભુજનું લધુતમ તાપમાન ૧૦.૮ ડિગ્રી…ઠંડીની તીવ્રતામાં વધારો થવાની સંભાવના…
◼️અભયમ હેલ્પલાઈન મહિલાઓ માટે આશિર્વાદ…ગત વર્ષમાં ૧૩૪૧ મહિલાઓએ કર્યો સંપર્ક…૫૨૮ કિસ્સામાં પોલીસની લેવાઈ મદદ…
◼️ભુજમાં સુધરાઈ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ…બજાર વિસ્તારમાં સુધરાઈનો સપાટો…ફુટપાથ પરથી દબાણો કરાયા દૂર…દુકાન બહારના દબાણો સામે કાર્યવાહી…પોલીસ-નગરપાલિકાનો સ્ટાફ જાેડાયો…
◼️માંડવી તાલુકા પંચાયતની બબાલ…કોંગ્રેસ સદ્દસ્ય દ્વારા અપાયું આવેદન…જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત…સામાન્ય સભા રદ્દ કરવા કરી માંગ…
◼️ભુજમાં પઠાણ ફિલ્મ સામે મોરચો…હિન્દુ સંગઠનો દ્વારા કરાયું પ્રદર્શન…ફિલ્મ રિલીઝ ન કરવા કરી રજૂઆત…
◼️ભુજમાં સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો…આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર દ્વારા આયોજન…જિલ્લા પોલીસવડા રહ્યા ઉપસ્થિત…તેજસ્વી વિધાર્થીને કરાયા પુરસ્કૃત…
◼️પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી…બાળ યુવા કીર્તનની જામી રમઝટ…રાજકીય,સામાજિક આગેવાનો રહ્યા હાજર…પ્રમુખસ્વામી મહારાજને અપાઈ શ્રધ્ધાંજલિ…