બિલકિસ બાનો કેસમાં 11 દોષીઓને મુક્ત કરવા વિરૂદ્ધ સુપ્રિમમાં થયેલ સુનાવણી ટળી, આ જજે કેસથી કિનારો કર્યો
બિલકિસ બાનો કેસમાં ગેંગરેપ અને પરિવારના 7 સભ્યોની હત્યાના 11 આજીવન દોષિતોને મુક્ત કરવા સામે બિલ્કીસ બાનોની અરજી પર સુનાવણી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બેલા એમ ત્રિવેદીએ દોષિતોની વહેલી મુક્તિને પડકારતી બાનોની અરજીની સુનાવણીથી પોતાને દૂર કરી લીધા હતા. જે બાદ તેમની અરજી પર સુનાવણી ટાળી દેવામાં આવી હતી.
ગુજરાત રમખાણો દરમિયાન, બિલકિસ બાનો રેપનો શિકાર બન્યા હતા અને તેમના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. રિવિઝન પિટિશન સિવાય, બાનોએ દોષિતોને નિર્દોષ છોડવાને પડકારતી એક અલગ અરજી દાખલ કરી હતી. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચ સમક્ષ 13 ડિસેમ્બરે સુનાવણી માટે અરજીની સૂચિબદ્ધ કરવામાં આવી હતી.
આ પહેલાં સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારને 9 જુલાઈ, 1992ની નીતિ હેઠળ દોષિતોની સમય પહેલા મુક્તિ માટેની અરજી પર બે મહિનાની અંદર વિચારણા કરવા જણાવ્યું હતું.
15 ઓગસ્ટના રોજ દોષિતોને મુક્ત કરવા માટે આપવામાં આવેલી માફી સામેની તેમની અરજીમાં બાનોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલત દ્વારા નિર્ધારિત કાયદાની જરૂરિયાતોને સંપૂર્ણપણે અવગણીને આદેશ પસાર કર્યો હતો.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે,બિલ્કિસ બાનો કેસમાં દોષિતોની અકાળે મુક્તિએ સમાજના અંતરાત્માને આંચકો આપ્યો છે અને તેના પરિણામે દેશભરમાં વિરોધ થયો છે,” અગાઉના ચુકાદાઓને ટાંકીને, અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સામૂહિક રુપથી છૂટની મંજૂરી નથી.
ઉપરાંત, આ પ્રકારની રાહતની માંગ અથવા અધિકારના રુપમાં દરેક દોષિતના કેસની વ્યક્તિગત રીતે , તેમના ચોક્કસ તથ્યો અને ગુનામાં તેમની દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાના આધારે તપાસ કર્યા વિનામાફી આપી શકાતી નથી.