ત્રંબા પાસે બોલેરો પિક–અપ વાહનમાંથી ૯૭૫ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચનો દરોડો: એક શખસ પકડાયો, ચોટીલા અને રાજકોટના શખસનું નામ ખુલ્યું: રૂા.૪.૨૩ લાખનો મુદામાલ કબજે

 

રાજકોટની ભાગોળે ત્રંબા ગામ પાસેથી માલ વાહક બોલેરો પીક–અપ વાહનમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ૯૭૫ લીટર દેશી દાના જથ્થા સાથે આંબેડકરનગરમાં રહેતા શખસને ઝડપી લીધો હતો.પોલીસે દેશી દાનો જથ્થો પિકઅપ વાહન સહિત કુલ .૪.૨૩ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો.

 

દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વાય.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમ્યાન હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા,કોન્સ. વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજાને મળેલ ચોક્કસ બાતમીના આધારે રાજકોટની ભાગોળે ત્રંબા ગામ પાસે માલવાહક બોલેરો પીક–અપ વાહન ન. ને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી .૧૯,૫૦૦ ની કિંમતનો ૯૭૫ લીટર દેશી દાનો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે વાહનચાલક રાહત્પલ રમેશભાઇ દવેરા (ઉ.વ. ૨૪ રહે– આંબેડકરનગર શેરી ન.ં ૯,રાજકોટ) ને ઝડપી લીધો હતો.

 

પોલીસે પકડાયેલા શખસની પુછપરછ કરતા દા પ્રકરણમાં હિતેષ હસમુખભાઇ ઉર્ફે હસુભાઇ વાઘેલા (રહે.આંબેડકરનગર શેરી ન.ં ૧૦, એસ.ટી.વર્કશોપ પાછળ) અને વિક્રમ ગણોદીયા(રહે. સાલખડા ગામ તા. ચોટીલા) નું નામ ખુલ્યું હતું. પોલીસે દેશી દાનો જથ્થો અને વાહન સહિત કુલ .૪,૨૩,૫૦૦ નો મુદામાલ કબજે કરી અન્ય બંને શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.