સરકારનો મોટો નિર્ણયઃ આ કંપનીઓમાં વેચશે ભાગીદારી, તૈયાર થયું લિસ્ટ

સરકાર કોલ ઈન્ડિયા કંપનીમાં લગભગ 3 ટકા હિસ્સો વેચશે હિન્દુસ્તાન ઝિંક કંપનીમાં લગભગ 8 ટકા હિસ્સો વેચી શકે છે માર્ચ 2023 સુધીમાં લેવાશે નિર્ણય

 

કેન્દ્ર સરકાર દેશની ઘણી મોટી કંપનીઓને પોતાનો હિસ્સો વેચવાની યોજના બનાવી રહી છે. જેમાં કોલ ઈન્ડિયા સહિત દેશની ઘણી મોટી કંપનીઓ સામેલ છે. સરકારે નિર્ણય લીધો છે કે તે પોતાનો હિસ્સો વેચી શકે છે. કોલ ઈન્ડિયા ઉપરાંત હિન્દુસ્તાન ઝિંક અને રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ (RCF) આ યાદીમાં સામેલ છે. ભારત સરકાર આ કંપનીઓમાં 5 થી 10 ટકા હિસ્સો વેચવાની યોજના બનાવી રહી છે. બ્લૂમબર્ગે સૂત્રોને ટાંકીને આ અંગેની માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તે નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં શેરબજારમાં આવેલો ઉછાળો અને આવક વધારવા માટે કોલ ઈન્ડિયા અને હિન્દુસ્તાન ઝિંક સહિતની સરકારી કંપનીઓમાં નાનો હિસ્સો વેચવાની યોજના બનાવી રહી છે.

 

શા માટે વેચવાનું આયોજન?