ગે૨કાયદેસર હથિયાર બંદુક સાથે એક ઈસમ ને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ કચ્છ ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી. જે.આર.મોથલીયા , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓ તરફથી આગામી વિધાન સભાની ચુંટણી અન્વયે જિલ્લામાં ગેર કાયદેસર હથિયાર ના કેસો સોધી કાઢવા સુચના આપવામાં આવેલ હોય જેથી એમ.ડી.ચૌધરી ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એસ.એસ.વરૂ પો.સબ.ઇન્સ એલ.સી.બી તથા એલ.સી.બી ની ટીમ દ્વારા કુંભારીયા ગામથી ખેડોઈ ત૨ફ જવાના કાચા રસ્તા ઉ૫૨ થી નીચે જણાવેલ આરોપીને ગેરકાયદેસર હથિયાર બંદુક સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ ને સોંપવામાં આવેલ છે .

 

આરોપી ( ૧ ) શબીર કાસમ થેબા ઉ.વ -૨૪ ૨હે કુંભારીયા તા.અંજાર

 

કબ્જે કરેલ મુદ્દામાલ : -દેશી હાથ બનાવટની બંદુક નંગ -૦૧ કી.રૂ– ૨૫૦૦ /

 

આ કામગી૨ી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.ચૌધરી તથા પોલીસ સબ ઇન્સપેડટર એસ.એસ.વરૂ તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે .