અમદાવાદમાં દેશભરના 150 કલાકારો સાથે ચાર દિવસીય ધી આર્ટ ફેરનું આયોજન કરવામાં આવશે
જીએનએ અમદાવાદ: અમદાવાદમાં 15 ડિસેમ્બરથી ચાર દિવસીય ‘ધ આર્ટ ફેર’ યોજાવા જઇ રહ્યો છે જેમાં દેશભરના 150થી વધુ કલાકારો સાથે એક છત્ર નીચે જોવા મળશે.
ધ આર્ટ ફેર (ટીએએફ) લગભગ 15 આર્ટ ગેલેરીઓ અને સમગ્ર ભારતમાંથી લગભગ 150 કલાકારો ધરાવે છે, જે વિવિધ કલાકારો દ્વારા પેઇન્ટિંગ્સ, ડ્રોઇંગ્સ, શિલ્પો, સ્થાપનો, પ્રિન્ટ્સ, ફોટોગ્રાફી અને ડિજિટલ આર્ટ સહિત આધુનિક અને સમકાલીન કલાની શ્રેણીનું પ્રદર્શન કરે છે. અમદાવાદ ખાતે પણ 150 કલાકારો સાથે ચાર દિવસના આર્ટ ઇવેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. આ આર્ટ ફેરના મુખ્ય આયોજક સુરજ લહેરું અને રવિન્દ્ર મારાડીયા છે. કલાકારની પસંદગી માત્ર મેરિટના આધારે થશે.ધ આર્ટ ફેર પ્રદર્શનના દિવસો દરમિયાન તમામ ભોજનની સાથે સાથે તેમને યોગ્ય હોટલમાં મફત રોકાણ આપવાનો પણ તેઓ ઇરાદો ધરાવે છે. અમદાવાદમાં ગુરૂવારથી રવિવાર (ચાર દિવસ) દરમિયાન 15થી 18 ડિસેમ્બર, 2022 દરમિયાન આઈસીએસી આર્ટ ગેલેરી, એએમસી ગ્રાઉન્ડ્સ, મોન્ડેલ હાઇટ્સની પાછળ, અમદાવાદ ખાતે આર્ટ ફેર યોજવાની દરખાસ્ત થઈ રહી છે અને કેટલાક કલા પારખુઓ સાથે મળીને ધ આર્ટ ફેર યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં દેશભરમાંથી લગભગ 150 વિઝ્યુઅલ કલાકારોની સહભાગિતા હશે અને તેઓ તેમની કૃતિઓનું રજૂઆત અને પ્રદર્શન કરશે. કેટલીક મુખ્ય આર્ટ ગેલેરીઓ કે જેમણે તેમની સહભાગિતાની પુષ્ટિ કરી દીધી છે.આ ફેર 100% સ્વયંસેવકો દ્વારા ચલાવવામાં આવશે. મેળામાં પ્રવેશતા જ તમને નકશો આપનારી વ્યક્તિ સ્મિત સાથે સ્વાગત કરશે. શ્રીમતી અનુરીતા રાઠોડ કે જેઓ અમદાવાદમાં ધ આર્ટ ફેરનું આયોજન કરનાર પ્રથમ વ્યક્તિ હતા, તેઓ ધ આર્ટ ફેરનું સંચાલન કરશે. આ કાર્યક્રમ દરમિયાન ભાગ લેનાર કલાકારો અને મહેમાન કલાકારોને પ્રમાણપત્રો આપવામા આવશે. યુટ્યુબ અને અન્ય તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પ્રમોશન કરવામાં આવશે. તમામ કલાકારો સહિતનાઓની કેટલોગ બનાવવામાં આવશે. ભાગ લેનાર કલાકારો અને અતિથિ કલાકારોને સન્માન પ્રમાણપત્ર સાથે ટ્રોફી અથવા સ્મૃતિ ચિહ્ન આપવામાં આવશે.