*📌જયનારાયણ વ્યાસનો ખુલાસો*
ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા અંગે જયનારાયણ વ્યાસે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હું વિધાનસભાની ચૂંટણી તો લડીશ. સિદ્ધપુરના ગરીબ લોકોના કામ કરવા રાજકારણમાં આવ્યો છું. ભાજપમાંથી રાજીનામું આપ્યા પછી પણ મારી પાસે બે ઓપ્શન છે. હું અપક્ષ તરીકે ચૂંટણી નહીં લડું. મારી પાસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં જવાના દરવાજા ખુલ્લા છે. આગામી 3 દિવસમાં હું કઈ પાર્ટીમાં જઈશ તેનો નિર્ણય જાહેર કરીશ
