બે પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અંજાર પોલીસ
સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા. જે.આર. મોથાલીયા તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચના કરેલ હોઇ જે આધારે પોલીસ ઇન્સપેકટર એસ.ડી.સિસોદીયા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ( ૧ ) અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.ન .૧૧૯૯૩૦૦૩૨૨૦૪૯૬ / ૨૨ પ્રોહિ કલમ -૬૫ ( એ ) ( ઈ ) , ૧૧૬ ( બી ) , ૯૮ ( ૨ ) , ૮૧ તથા ( ૨ ) અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.ન .૧૧૯૯૩૦૦૩૨૨૦૫૦૧ / ૨૨ પ્રોહિ કલમ -૬૫ ( એ ) ( ઈ ) , ૧૧૬ ( બી ) , ૯૮ ( ૨ ) , ૮૧ મુજબના ગુનાઓ કામેનો આરોપી સલીમ ઉર્ફે સલીયો ઓસમાન શેખ ઉ.વ .૩૨ રહે હેમલાઈ ફળીયુ શેખટીંબો અંજાર વાળાને કળશ સર્કલ હોવાની હકીકત આધારે સ્ટાફના માણસો સાથે તપાસ કરતા મજકુર આરોપી મળી આવતા તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે .
પકડાયેલ આરોપી – . સલીમ ઉર્ફે સલીયો ઓસમાન શેખ ઉ.વ .૩૨ રહે હેમલાઈ ફળીયુ શેખટીંબો અંજાર
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.ડી.સિસોદીયા સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .