એમેઝોનનાં સહયોગથી એક ઉમદા અણમોલ કાર્યક્રમ કોસમાડી પ્રાથમિક શાળા ખાતે યોજાયો
સુરત જિલ્લાની કામરેજ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કોસમાડી પ્રાથમિક શાળા ખાતે amazon નાં સહયોગથી શાળાને કલરકામની સાથે ધોરણ પહેલા-બીજાનાં ( પ્રજ્ઞા વર્ગ ) ને વિષયવસ્તુ અનુસાર બાલમિત્ર વર્ગ બનાવવામાં આવ્યો.
આ પ્રસંગે amazon નાં ઓપરેશન મેનેજર કેતન ભટનાગર, સમર્થ શાહ , મિહિર ગોસાઈ, HR કૌશિક દેસાઈ તથા WHS મેનેજર રવિ શક્તિ એમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે નોંધનીય બાબત એ છે કે સૌ અધિકારી તથા કર્મચારીઓએ શાળામાં રૂબરૂ ઉપસ્થિત રહીને સ્વયંભૂ શ્રમદાન કરી શાળાનાં પરિસરને પણ કલરકામ કરી નવીન ઓપ આપવામાં આપ્યો જે શ્રમદાન સાચા અર્થમાં સરાહનીય છે.
કંપની દ્વારા સ્થાનિક શાળા અને લોકો માટે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે એમનાં ઉત્થાન માટેની ભૂમિકા, કંપનીનો સહયોગ અને સેવાકીય કાર્યમાં તથા માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં કંપની કેવી રીતે મદદરૂપ થઈ શકે ? એ વિશે ઉમદા ચર્ચા કરવામાં આવી હતી. આ અવસરે કંપની દ્વારા બાળકોને ફળોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા ગત અઠવાડિયામાં જ શાળાનાં તમામ બાળકોને શૈક્ષણિક કીટ પ્રાપ્ત થઈ હતી અને આવનાર દિવસોમાં પણ શાળાની માળખાકીય સુવિધા તેમજ બાળકોનાં સર્વાંગી વિકાસ અર્થે જરૂરી પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી હતી.
અંતમાં ખૂબ જ ઉત્સાહી અને શ્રેષ્ઠ ઉદઘોષક એવાં શાળાનાં યુવા આચાર્ય યાસીનભાઈ મુલતાનીએ શાળા પરિવાર વતી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.