BSF ભુજે એક પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરી

03મી ઑક્ટોબર 2022ની વહેલી સવારના સમયે, BSF ભુજની એમ્બુશ પાર્ટીએ હરામી નાલાના સામાન્ય વિસ્તારમાં કેટલીક પાકિસ્તાની માછીમારી બોટ અને માછીમારોની હિલચાલ જોઈ. એલર્ટ બીએસએફ પાર્ટી તરત જ સ્થળ પર દોડી ગઈ હતી અને ભારતની સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે આંતરરાષ્ટ્રીય સરહદની નજીક હરામી નાલામાંથી એક પાકિસ્તાની ફિશિંગ બોટ (એન્જિન ફીટ) જપ્ત કરી હતી. BSF પાર્ટીને તેમની તરફ આવતી જોઈને માછીમારો બોટ છોડીને પાણીમાં કૂદી પડ્યા અને તરીને પાકિસ્તાન તરફ ગયા.

જપ્ત કરાયેલી બોટની સઘન તપાસ કરવામાં આવી હતી અને બોટમાંથી માછીમારી સંબંધિત સામગ્રી સિવાય કશું જ શંકાસ્પદ મળ્યું નથી.