સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર ડેટપામ ખાતે સ્વરોજગારલક્ષી નિવાસી કૌશલ્ય વર્ધન તાલીમ સંપન્ન

 

 

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી પોરબંદરના કુલ ૨૫ વિદ્યાર્થીઓ ભાગ લીધો

 

00000

 

ભુજ, મંગળવાર

 

ગુજરાત રાજ્યના બાગાયત વિભાગના કુક્મામાં આવેલ સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર ડેટપામ ખાતે એક માસની સ્વરોજગારલક્ષી નિવાસી કૌશલ્ય વર્ધન તાલીમ સંપન્ન થઈ. આ શિબિરમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી પોરબંદરના કુલ ૨૫ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. ૩૦ દિવસની તાલીમ દરમિયાન તમામ ભાઇઓને ખારેક પાકની વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર, ખારેક પાકની કાપણી પછી વ્યવસ્થાપન, ઓર્ગેનિક ખેતી પદ્ધતિ , મશરૂમ કલ્ટિવેશન , મધમાખી ઉછેર , ફળ અને શાકભાજીના મૂલ્યવર્ધન, નર્સરી મેનેજમેન્ટ ઉપરાંત રોગ અને જીવાત વ્યવસ્થાપન જેવા વિષય ઉપર એક્સેલેન્સ ફોર ડેટપામના અધિકારી કેતનભાઈ ચૌધરી ઉપરાંત કે.વી.કે. મુંન્દ્રા, કે.વી.કે. કાજરી, ખારેક સંસોધન કેંદ્ર, વન વિભાગ ના અધિકારીશ્રી તેમજ બાગાયત વિભાગના તજજ્ઞો દ્વારા ઉપયોગી તાલીમ આપવામાં આવી હતી.

આ ઉપરાંત પ્રેક્ટીકલ નોલેજ માટે ૩ દિવસ પ્રગતીશીલ ખેડુતોના ખેતરોની મુલાકાત તથા સરદ ડેરી, કૃષિ વિજ્ઞાન કેંદ્ર કાજરી કુકમા, નર્સરી તથા બાગાયત વ્યવસાય ચલાવવા ઉપયોગી સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

નાયબ બાગાયત નિયામક્શ્રી , નાયબ ખેતી નિયામક્શ્રી (વિસ્તરણ) અને પ્રોગ્રામ કોર્ડિનેટરશ્રી કૃષિ વિજ્ઞાન કેંદ્ર મુન્દ્રાની ઉપસ્થિતિમાં તાલીમ વર્ગનું સમાપન થયું હતું . બાગાયત નિયામક્શ્રી ડો.પી.એમ વઘાસિયાએ વર્ચ્યુઅલી જોડાઈ માર્ગદર્શન આપ્યું હતું એમ નાયબ બાગાયત નિયામક્શ્રી પરસાણીયા દ્વારા જણાવ્યું હતું

 

હેમલતા પારેખ .