બાબરા તાલુકાના ચમારડી સહિત સમગ્ર પંથક ધમરોળતા મેઘરાજા
ચમારડીમાં મેઈન બજારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા ઈગોરાળા ગામમાં પાણી ઘૂસ્યા : ચમારડી ઈગોરાળા પંથકના લોકોને એલર્ટ રહેવા સૂચના: ચમારડીમાં ઠેબી નદી બે કાંઠે વહી
બાબરા તાલુકામાં ભાદરવામાં આષાઢી માહોલ જામ્યો હોય તેમ છેલ્લા છ દિવસથી કાળા ડીબાંગ મેઘ તાંડવ વચ્ચે બારે મેઘ ખાંગા થયાં છે બપોર બાદ સાંજના સમયે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હોતો ધોધમાર વરસાદની સાથે જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની તીવ્રતા અને ભયાવહ માહોલ વધારો કર્યો હતો ચમારડીમાં ધોધમાર વરસાદથી ગામમાં મેઈન બજારોમાં ગોઠણસમાં પાણી વહેતા થયા હતા ત્યારે ચમારડીથી પસાર થતી ઠેબી નદીમાં પાણી બે કાંઠે થયું હતું ત્યારે બાબરા પંથકમાં સતત છઠ્ઠા દિવસે ધોધમાર વરસાદથી ચમારડી નજીક ઈગોરાળા ગામમાં પાણી ફરી વળ્યાં હતાં જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ધુસવાની સમસ્યાઓની બુમરાણ પણ સામે આવી હતી ત્યારે સતત બે દિવસે ઈગોરાળા પીરખીજડિયા વાલપુર સહિત ગ્રામિય વિસ્તારમાં વાહન વ્યવહાર ખોરવાવ્યો હતો અને બાબરા ચમારડી સહિત અનેક ગામોમાં કોઝવે ઉપર પાણી ફરી વળતાં માર્ગો બંધ થાય હતા.
રિપોર્ટર:- હિરેન ચૌહાણ બાબરા