*ઉપલેટાના ભાંખ ગામ નજીક પુલના મરામતની કામગીરી ચાલુ*

*રાજકોટ તા. ૧૦ ઓગસ્ટ -* રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ગત ૮ ઓગસ્ટના રોજ રાત્રિના સમયે અતિ ભારે વરસાદના કારણે જામકંડોરણા-અરણી-ભાયાવદર રોડ પર ભાંખ ગામના પાટીયા પાસે પુલમાં સ્લેબડ્રેઇનને નુકસાન થતાં પુલમાં ભંગાણ પડ્યું હતું. આથી કોઈ અકસ્માત કે જાનહાનિ ન થાય તે હેતુસર માર્ગ અને મકાન વિભાગ મારફત વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. તાત્કાલિક ધોરણે મરામત કરી હંગામી રસ્તો ચાલુ કરવા જરૂરી પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સરકારે આ પુલ ઉપર નવું નાળું બનાવવાં માટે મંજુરી આપી દીધી છે. નવું નાળું બનાવવાની કામગીરી વરસાદી માહોલમાં શકય ન હોવાથી લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા વરસાદી માહોલમાં થોડો વિરામ આવતાં પુલ મરામતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તેમ માર્ગ અને મકાન વિભાગની યાદીમાં જણાવાયું છે.

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*

#news #brekingnews