આઝાદીનો અમૃત મહોત્સવ-હરઘર તિરંગા
હર ઘર તિરંગાથી રાષ્ટ્રભાવનાને વધુ પ્રબળ બનાવીએ
– અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય
કચ્છની સરહદ પર લહેરાશે ૭૫૦૦ તિરંગા- સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા
– – – –
ભુજ ખાતેથી કચ્છ સરહદ પર તિરંગા કાર રેલીને પ્રસ્થાન કરાવાયું
ભુજ, બુધવારઃ
આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત હરઘર તિરંગા અભિયાન હેઠળ આજરોજ વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે ભુજ ખાતેથી ૭૫ તિરંગા કાર રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા કચ્છની સરહદ પર ૭૫૦૦ તિરંગા લહેરાવવાના હરઘર તિરંગા અભિયાન હેઠળની ૭૫ તિરંગા કાર રેલીને પ્રસ્થાન કરાવવાના પ્રસંગે અધ્યક્ષાશ્રીએ જણાવ્યું હતું કે, હરઘર તિરંગાથી આપણે સૌ રાષ્ટ્ર ભાવનાને વધુ પ્રબળ બનાવીએ સમગ્ર દેશમાં હરઘર તિરંગાની જેમ આપણે સૌ તા.૧૩થી ૧૫ તારીખ સુધી આપણા ઘર પર તિરંગો ફરકાવીએ.
કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ આ તકે જણાવ્યું હતું કે, હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશની પશ્ચિમી સરહદે કચ્છમાં બી.એસ.એફ.ના જવાનો સરહદ પર ૭૫૦૦ તિરંગા લહેરાવશે. આપણે સૌ તિરંગા દ્વારા આપણી રાષ્ટ્ર ભાવનાને વધુ ઉજાગર કરીએ.
જિલ્લા અગ્રણીશ્રી કેશુભાઇ પટેલે આ તકે જણાવ્યું હતું કે, આવનારી અને નવી પેઢી આઝાદીનું મહત્વ, શહિદો અને સ્વાતંત્ર્ય પ્રેમીની દેશભકિતથી માહિતગાર થાય તે માટે યોજાયેલી આ યાત્રા માત્ર દેશપ્રેમ જ નહીં પણ રાષ્ટ્ર જાગરણનું પણ અભિયાન છે.
આકાર્યક્રમમાં સર્વશ્રી સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજી ભાઈ હુંબલ,દિલીપભાઇ દેશમુખ, મહેન્દ્રભાઇ પટેલ, ત્રિકમભાઇ છાંગા, હરિભાઇ જાટીયા, અનિરુધ્ધભાઇ દવે, ડો.મુકેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, માંડવી મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા પ્રધ્યુમનસિંહ જાડેજા, અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિર, ભુજ નગરપતિશ્રી ઘનશ્યામભાઇ ઠકકર, ઉપનગરપતિશ્રી રેશ્માબેન ઝવેરી, રશ્મીકાબેન ઝવેરી, જયંતભાઇ ઠકકર, શીતલ શાહ, હિતેશભાઈ ખંડોર સહિત શહેરના અગ્રણીઓ, શાસક પક્ષના કાર્યકરો તેમજ નગરજનો ઉપસ્થિત રહયા હતા.
હેમલતા પારેખ/સીદીક કેવર ૦ ૦ ૦ ૦ ૦