લંપટ-ભાગેડુ નિત્યાનંદ બરબરના ભેખડે ભરાયો: ગુજરાત પોલીસની અરજી બાદ ઈન્ટરપોલ મેદાને.


બળાત્કાર અને અપહરણનો આરોપી ભાગેડુ નિત્યાનંદ વિરુદ્ધ ગુજરાત પોલીસની અપીલ પર બુધવારે ઇન્ટરપોલે નોટિસ ઇશ્યૂ કરી છે. બળાત્કાર અને અપહરણના આરોપ લાગ્યા બાદ નિત્યાનંદ ગત વર્ષે ભારત છોડી ભાગી ગયો હતો. તેથી હવે નિત્યાનંદને શોધવા, તેની ઓળખ કરવા અને તેનાથી જોડાયેલ માહિતીઓ મેળવવા માટે ગુજરાત પોલીસના અનુરોધ પર ભાગેડુ નિત્યાનંદ સામે બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી છે.

મળતી માહિતી મજબ તપાસ એજન્સીઓએ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. આ ચાર્જશીટ આરોપી નિત્યાનંદ, પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ સામે કરવામાં આવી છે. ચાર્જશીટમાં નિત્યાનંદને આરોપી બતાવાયો છે. ઉપરાંત તેની સામે અપહરણ, મારામારી સહિતના આરોપો પણ લગાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે આશ્રમમાંથી 2 બાળકીઓ ગુમ મામલે અરજી બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાળકીઓના પિતા જનાર્દન શર્માએ નિત્યાનંદ સામે ફરિયાદ કરી હતી.

આપને જણાવી દઈએ કે આ પહેલા નિત્યાનંદનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે ખુલ્લી ચેલેન્જ આપતા કહે છે કે તેને કોઈ અડી પણ શકતું નથી અને કોઈ ન કોઈ કોર્ટ તેના પર કેસ ચલાવી શકે છે. વીડિયોમાં તે ખુદને પરમેશ્વર અને શિવ બતાવે છે. ઉલ્લેખનીય છે કે નિત્યાનંદ બાળકોના અપહરણ અને અમદાવાદમાં તેના આશ્રમમાં બાળકોને બંધક બનાવવા મામલે ગુજરાત પોલીસમાં વોન્ટેડ છે.
Sureshvadher only news
9712193266