“વી-વિમેન એમ્પાવરમેન્ટ કમિટી ઓફ કર્ણાવતી ક્લબ” દ્વારા મિત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

જીએન અમદાવાદ: “વી-વિમેન કર્ણાવતી ક્લબ” દ્વારા અવાર નવાર દરેક પ્રકારની ઉજવણીનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવતું હોય છે ત્યારે મિત્રતા દિવસની ઉજવણીનું પણ ઉત્તમ આયોજન કરાયું હતું. મેસ્કોરેડ થીમ પર ગોલ્ડન ગ્લોરી હોલ “કર્ણાવતી ક્લબ” ખાતે ડાન્સ પાર્ટી યોજાઈ હતી. આ ભવ્ય ઉજવણીમાં ક્લબના સભ્યો અને મહેમાનો હાજર રહ્યા હતા.

અમદાવાદના જાણીતા અને પ્રખ્યાત ડી.જે. વિશાલ દ્વારા ડી.જે. પર ગીત સાથે સૌ કોઈને ડાન્સના તાલે થીરકવા પર મજબૂર કર્યા હતા. આ ઈવેન્ટને અમિષા ગાંઘી અને રીધમ પટેલ દ્વારા આયોજિત અને સંચાલન કરાઈ હતી.

આ કાર્યક્રમ વિશે હિતા પટેલ, ચેર પર્સન કર્ણાવતી વી-કમિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે “અવાર નવાર આ પ્રકારનું વિશેષ આયોજન અમેં સભ્યોને ધ્યાનમાં રાખીને કરતા હોઇએ છે. દરેક તહેવાર અને ઉત્સવને મનાવવા માટે હંમેશા ગુજરાતીઓ તત્પર રહે છે અને મિત્રતાનું અનોખું મહત્વ રહેલું છે. મિત્રો હંમેશા એક બીજાના ઢાલ બનીને રહેવા જોઈએ.

મિત્રતાના આ બોન્ડિંગને સારી રીતે સમજી શકાય તે માટે આ પ્રોગ્રામ આયોજિત કરવાનું વિચાર્યું હતું. આ ઈવેન્ટને સફળ બનવા માટે તમામ મેમ્બર્સનો ખૂબ સારો સહકાર મળ્યો છે જેથી હું સૌ કોઈનો આભાર માનું છુું. આ રીતે જ “વી-વિમેન એમ્પાવર કમિટી” દર વખતે વિવિધ આયોજનો કરતી રહેશે.