સીટીઝન પોર્ટલ થી e-FIR દ્વારા નોંધાયેલ મોબાઇલ ચોરીનાં ગુનાનાં આરોપીની મુદ્દામાલ સાથે ધરપકડ

 

✍️ મનિષ કંસારા

ભરૂચ: ભરૂચ શહેરની એમીટી સ્કુલ આગળથી એક્ટીવા નાં આગળનાં ભાગે પર્સમાથી મોબાઇલની ચોરી થવા પામેલ જે બાબતે અરજદાર રુતિકાબેન w/o શાંતિભુષણવિષ્ણુ માને નાઓએ તા.૦૧/૦૮/૨૨ ના રોજ રાત્રે સીટીઝન પોર્ટલની e-FIR માં મોબાઇલ ચોરી બાબતની ફરીયાદ ભરૂચ ‘એ’ ડિવિ. પો. સ્ટે. ખાતે કરેલ બનાવની ગંભીરતા લઈ આ બાબતે તાત્કાલિક બનાવની હકીકત વેરીફાઇ કરી આ બનાવ બનેલ હોવાનું જણાઇ આવતા આ બાબતે ૨૪ કલાકમાં ફરીયાદીની ફરીયાદ પાર્ટ એ-૮૩૭/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. જે ઉપરોક્ત મોબાઇલ ચોરીનો ગુનો ધ્યાને લઈ તાજેતરમાં આવા મિલકત સંબંધીત ચોરીનાં ગુનાઓ બનવાનું પ્રમાણ વધવા પામેલ હોય, જેથી ગુનાઓની ગંભીરતાને ધ્યાને લઇ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ નાઓ તરફથી આવા મિલકત સંબંધીત ચોરીનાં બનાવો બાબતે નાં ગુનાઓનો ભેદ ઉકેલવા સુચનાઓ મળતા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસભાઈ સુંડા ભરૂચ વિભાગ, ભરૂચ નાઓ નાં સીધા માર્ગદર્શન હેઠળ પો. ઇન્સ્પેક્ટર એ. કે. ભરવાડ નાઓ ની સુચનાથી પો. સ્ટે. સર્વેલન્સ સ્ટાફ નાં માણસોએ સદરહુ ગુનો શોધી કાઢવા કવાયત હાથ ધરેલ જેનાં ભાગ રૂપે સરકારનાં મહત્વકાંક્ષી ” VISWAS ” પ્રોજેક્ટ અંતગર્ત ભરૂચ શહેરમાં લગાવવા માં આવેલ સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે સદરહુ ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી ગુનાનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આગામી દિવસોમા ભરૂચ શહેર ‘એ’ ડિવિ. પો.સ્ટે. મિલકત સંબંધીત/વાહન ચોરી સંબંધીત ગુન્હાઓ શોધી કાઢવા કટીબદ્ધ છે.

 

પકડાયેલ આરોપીનું નામ સરનામું: (૧) એજાઝ ઉર્ફે લાલો ગુલામ મહંમદ મલેક જાતે મુસ્લિમ ઉં.વ.૩૫ ધંધો-મજુરી હાલ રહે.મકાન નંબર-૩૨૮૮ આલી ડીગીવાડ ઢાળ સૈયદવાડ પાસે ભરૂચ મુળ રહે.કાનુગાવાડ બાવડી ફાટાતળાવ પાસે મોટા બજાર તા.જિ.ભરૂચ.

 

શોધી કાઢેલ ગુનાની વિગત: (૧) ભરૂચ શહેર ‘એ’ ડિવિ. પો.સ્ટે. ગુ.ર.નં. એ-૦૮૩૭/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

 

આરોપીનો ગુનાહીત ઇતિહાસ: (૧) ભરૂચ શહેર ‘એ’ ડિવિ. પો.સ્ટે. ગુ.ર.નં.૧૦૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ (૨) ભરૂચ શહેર ‘એ’ ડિવિ. પો.સ્ટે. ગુ.ર.નં. એ-૦૯૫૪/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ (૩) ભરૂચ શહેર ‘એ’ ડિવિ. પો.સ્ટે. ગુ.ર.નં. એ-૧૦૧૫/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

 

આરોપી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ: (૧) ઓપો કંપનીનો A9 મોડેલનો મોબાઇલ જેનો IMEI NO- 862225049830797 જેની કિં.રૂ.૧૮૦૦૦/-

 

કામગીરી કરનાર અધિકારી/કર્મયારીના નામ પો. ઇન્સ્પેક્ટર એ. કે. ભરવાડ, હે.કો. જીતેન્દ્રભાઈ, હે.કો. ભાનુપ્રસાદભાઈ, પો.કો. સરફરાઝ, ધર્મેન્દ્રભાઈ, પંકજભાઈ, કાનુભાઈ, શક્તિસિંહ અજયસિંહ, દિક્ષીતભાઈ, વિજયભાઈ નાઓ દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવેલ છે.