અલગ-અલગ જગ્યાએથી મોંઘીદાટ સાયકલની ચોરી કરતા બે ઈસમોને કુલ-૩૫ સાયકલો તથા અન્ય મળી કુલ ૨,૦૧૫૦૦/- નાં ચોરીનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ ‘સી’ ડિવિઝન પોલીસ
✍️ મનિષ કંસારા
ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા વિભાગ વડોદરાના ઓ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ નાઓ દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધીત ગુન્હા શોધી કાઢવા સુચના આપેલ જે અનવ્યે મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસભાઈ સુંડા નાઓ ના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાયકલ ચોરીનાં ગુન્હા દાખલ થયેલ જે ગુન્હાઓ તાત્કાલિક શોધી કાઢવા સુચના મળેલ.
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર ડી. પી. ઉનડકટ નાઓ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ગુન્હો શોધી કાઢવા માર્ગદર્શન આપેલ જે અનુસંધાને બનાવ વાળી જગ્યા તથા રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ VISWAS (Video integration & State Wide Advance Security) પ્રોજેક્ટના સીસીટીવી કેમેરા ની મદદથી આરોપીના ફુટેજ મેળવેલ અને ખાનગી બાતમીદારોને સક્રીય કરેલ. જે અનુસંધાને આજરોજ પેટ્રોલીંગમા હતાં તે દરમ્યાન ખાનગી બાતમીદાર થી બાતમી મળેલ કે ફુટેજ માં દેખાતો વ્યક્તિ હાલ તુલસીધામ થી ઝાડેશ્વર તરફ સાયકલ લઈ જઈ રહેલ છે. જેથી તેને રોકી સઘન પુછપરછ કરતા તે પોતાના આર્થિક ફાયદા સારૂ સાયકલોની ચોરી કરી નબીપુર ખાતે રહેતા દિન મહોમ્મદ સલીમ મલેક રહે.મેમ્બર સ્ટ્રીટ નબીપુર તા.જિ.ભરૂચને આપતો હોવાની કબુલાત કરેલ જેથી નબીપુર ખાતે જઈ તપાસ કરતા સહ આરોપી પાસેથી અન્ય-૩૪ સાયકલ કબ્જે કરેલ અને બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ: (૧) આરીફ અલ્લીમીયા શેખ ઉં.વ.-૩૯ હાલ રહે. ગુલામભાઈ લાલનના મકાનમાં, બરોડા બેન્કની બાજુમાં ટંકારીયા ગામ તા.જિ.ભરૂચ, મુળ રહે.ટેકરા ફળીયું બસ સ્ટેશન પાસે દહેગામ તા.જંબુસર જિ.ભરૂચ. (૨) દિન મહોમ્મદ સલીમ મલેક ઉં.વ.૨૯ રહે.મેમ્બર સ્ટ્રીટ, નબીપુરગામ તા.જિ.ભરૂચ.
કબ્જે કરેલ મુદ્દામાલ: અલગ-અલગ કંપનીની બ્રાન્ડેડ સાયકલ નંગ-૩૫ તથા મોબાઈલ નંગ-૦૧ મળી
કુલ્લે કિંમત રૂપિયા ૨,૦૧૫૦૦/-
શોધી કાઢેલ ગુન્હાઓ . ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોસ્ટે ગુ.ર.નં. ૧૧૧૯૯૦૦૧૨૨૦૫૫૮/૨૦૨૨ ઇ.પી.કો. ૩૭૯ મુજબ ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોસ્ટે ગુ.ર.નં. ૧૧૧૯૯૦૦૧૨૨૦૭૮૯/૨૦૨૨ ઇ.પી.કો ૩૭૯ મુજબ
કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓનાં નામ: પોલીસ ઇન્સ્પેક્ટર ડી. પી. ઉનડકટ તથા એ.એસ.આઇ. શૈલેષભાઈ ગોરધનભાઈ તથા હે.કો. સુનીલભાઈ શાંતીલાલ, હે.કો. વિજયસિંહ મજુભા તથા પો.કો. હરપાલસિંહ રાજેન્દ્રસિંહ, પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. કીર્તીકુમાર ભાર્ગવકુમાર, પો.કો. દિવાનસંગ બળવંતસંગ, પો.કો. વિજયભાઈ છેલાભાઈ, પો.કો. મનોજભાઈ ભીમાભાઈ નાઓ દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવેલ છે.