જામનગરમાં અનાથ-ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું

જીએનએ જામનગર: જામનગરની કોશિશ ફાઉન્ડેશન અને વહેવારીયા રાષ્ટ્રીય પ્રાથમિક શાળા માધ્યમિક શાળાના સહયોગથી શહેરના અનાથ અને ગરીબ બાળકોને શૈક્ષણીક કીટ વિતરણનું કાર્યક્રમ વહેવારીયા રાષ્ટ્રીય પ્રાથમિક-માધ્યમિક શાળા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં યુવા કોંગ્રેસના પ્રમુખ ડો. તૌશિફખાન પઠાણના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં કોશિશ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ સહારાબેન મકવાણા, કિરીટભાઇ મહેતા, સુરભીબેન દવે, શાળાના પ્રમુખ વહાબભાઇ વહેવારીયા, સેક્રેટરી મહેમુદભાઇ વહેવારીયા, ટ્રસ્ટી ગફારભાઇ નાખુદા કોશિશ ફાઉન્ડેશના સદસ્યો જુનેદભાઇ, ફાતીમાબેન સહિતનાઓ ઉપસ્થિત રહી અનાથ અને ગરીબ વિદ્યાર્થીઓને યુનિફોર્મ, બુટ, મોજા સહિતની શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ

આ ઉપરાંત શાળાના સમગ્ર શિક્ષકગણને પણ ભેટ આપી ગુરૂવંદના કરવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય રાજેશ્રીબેન મેવચા અને આભારવિધિ જુનેદભાઇએ કરી હતી.