ફરી એકવાર મોડી રાત્રે કરજણ ડેમના પાંચ ગેટ અને સવારે એક ઘટાડીને ચાર ગેટ ખોલાયા.

તબક્કાવાર 48,332 ક્યુસેકપછી ઘટાડી32876 ક્યુસેક પાણી છોડાયુ.

ફરી એક કરજણનદી બે કાંઠે વહેતી થઈ

કરજણ ડેમ 58.72 ટકા ભરાઈ ગયો

કરજણ ડેમની સપાટી 106.34 મીટર એ પહોંચી

રાજપીપલા, તા.14

ગઈ કાલે સવારે મેઘરાજાએ થોડો વિરામ લીધા પછીસાંજે ફરી એકવાર વરસાદતૂટી પડતા ડેડીયાપાડા અને સાગબારા ના ઉપરવાસમાં ભારે વરસાદ તથા કરજણડેમમાં પાણીની આવક વધી જવા પામી હતી
કરજણડેમનું રુડ લેવલ 105.5 મીટર હતું એની સામે ડેમની સપાટી 107.30મીટર થઈ જતા ડેમ સત્તાવાળાઓને ચાર ગેટ ખોલ્યા બાદ વધુ એક ગેટ ખોલવાની ફરજ પડી હતી મોડી રાત્રે કરજ્ણ ડેમના ગેટ5 ખોલી નાખવામાં આવ્યા હતા જેમાં એમાં 2,4,6, અને 8 નંબરના ગેટ 2.6મીટર પહોળા અને 5નંબરનો ગેટ 3.2મીટર પહોળા ખોલવામાં આવ્યા હતા
ત્યાર બાદ વરસાદનું જોર ઘટતા આવકમાં ઘટાડો નોંધાતા ડેમ સત્તાધીશોએ એક ગેટ બંધ કરતા કૂલ ચાર ગેટમાંથી પાણી છોડવાનું ચાલુ રખાયું હતું જેમાં 2,4,6, અને 8 નંબરના ગેટ 2.6મીટર પહોળા ખોલાયા હતા. કરજણ ડેમમાંહાલ પાણીની આવક 20336ક્યુસેક અને જાવક 32876 ક્યુસેક નોંધાઈ છે.હાલ કરજણ ડેમમાંથી ચાર ગેટ ખોલાયાછે કરજણ ડેમઅત્યારે 58.72 ટકા જેટલું ભરાઈ ગયો છે.
કરજણ ડેમની સપાટી 106.34મીટર નોંધાઈ છે જયારે લાઈવ સ્ટોરેજ 292.35 મિલિયન ઘન મીટર, જયારે ગ્રોસ સ્ટોરેજ 316.36
મિલિયન ઘન મીટરનોંધાયું છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા