રાજુલા ટાઉન તત્વ જયોતિ વિસ્તારમાં થયેલ ચોરીના ગુન્હાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ રોકડા રૂ.૫,૫૦૦/- સાથે એક ઇસમને પકડી પાડી ૧૦૦/- ટકા મુદામાલ રીકવર કરતી રાજુલા સર્વેલન્સ ટીમ
ગઇ તા.૧૦/૦૭/૨૦૨૨ ના રોજ આ કામના ફરીયાદી પંકજભાઇ ગોરધનભાઇ સોલંકી રહે.રાજુલા વાળા પોતાની પિયાગો રીક્ષા નંબર GJ-04-AT-5014 ની ઘરની બહાર સાફ સફાઇ કરતા હતા તે વખતે પિયાગો રીક્ષાની આગળની ડેકીમાં રાખેલ ભાડાના રોકડા રૂ.૫,૫૦૦/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય જે બાબતે અજાણ્યા આરોપી વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૦૨૨૦૫૫૦/૨૦૨૨ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ હતો. સદર ગુનાની આગળની તપાસ હેઙ.કોન્સ બી.એમ.વાળા ,રાજુલા પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ હતા
ભાવનગર રેન્જ આઇ.જી.અશોક કુમાર યાદવ સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત તથા શરીર સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.જે. ચૌધરી સાહેબ સાવરકુંડલા વિભાગ નાઓએ મિલ્કત/શરીર સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.
જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.એમ.એ.દેસાઇ નાઓની રાહબરી હેઠળ રાજુલા સર્વેલન્સ સ્કોડના બી.એમ.વાળા,અનાર્મ હેડ કોન્સ. તથા બી.એચ.ચોવટીયા, અનાર્મ હેડ.કોન્સ તથા રાજુલા પોલીસ ટીમે સદર ગુન્હાના આરોપીની ખાનગી અંગત બાતમીદારો મારફતે,ચોર મુદ્દામાલની તપાસમાં રહી આરોપીની માહિતી મેળવી હકિકત આધારે ઉપરોક્ત આરોપીને રાજુલા મફતપરા રેલ્વે સ્ટેશન પાસેથી પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગત:–
(૧) દિલીપભાઇ ઉર્ફે ’’ગલીડો’’ મોહનભાઇ ચુડાસમાં ઉ.વ.૨૧ ધંધો.મજુરી રહે.રાજુલા તત્વ જયોતિ વિસ્તાર વાવેરા રોડ તા.રાજુલા જી.અમરેલી.
પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ:–
(૧)રાજુલા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૨૭૫/૨૦૧૭ પ્રોહી કલમ ૮૫ (૨) રાજુલા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૭૪૬/૨૦ પ્રોહી કલમ ૬૫ (એ) (એ) (૩) રાજુલા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૭૮૨/૨૦ આઇપીસી કલમ ૧૮૮,૨૬૯ (૪) રાજુલા પો.સ્ટે ગુ.ર.નં.૫૮/૨૧ જી.પી.એ કલમ ૧૨૨ સી (૫) ડુંગર પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૫૫૪/૨૦૨૦ પ્રોહી કલમ ૬૬(૧) બી.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.એમ.એ.દેસાઇ તથા સર્વેલન્સ સ્કોડના UHC ભરતભાઇ મુહાભાઇ તથા UHC ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા પો.કોન્સ.ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ મીતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ તથા પો.કોન્સ પરેશભાઇ મનુભાઇ દાફડા તથા સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા ભરતસિંહ લાખાભાઇ તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ રાજુભા ગોહીલનાઓ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ:– હિરેન ચૌહાણ અમરેલી