ભાજપે દિલ્હી હિંસાનો મામલો ભટકાવવા અને કોંગ્રેસને બીજા મામલે ઉલઝાવવા માટે એમપીમાં સરકાર પાડી દેવાનો ઘડેલો કારસો ફળ્યો નથી. એમપીમાં કમલનાથની સરકાર પડતાં પડતાં બચી ગઈ છે. દિગ્વીજયસિંહ અને જીતુ પટવારી સહિતના નેતાઓએ દોડાદોડી કરતાં આખરે સરકાર બચાવવામાં સફળતા મેળવી છે. મધ્ય પ્રદેશમાં ફરીવાર રાજકીય ઘમાસાણ શરૂ થયુ છે. કોંગ્રેસે ભાજપ પર ધારાસભ્યોને બંધક બનાવવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે જણાવ્યુ કે, ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરવામાં આવી છે. જોકે, કોંગ્રેસની સતર્કતાના કારણે એમપીમાં કોંગ્રેસની સરકાર પરથી સંકટના વાદળ દૂર થયા છે. કોંગ્રેસના નેતા જીતુ પટવારી અને જયવર્ધન સિંહ ગુરૂગ્રામની હોટલ પહોંચી હતી. કોંગ્રેસના નેતા તરૂણ ભનોટે જણાવ્યુ હતુ કે, ભાજપે આઠ ધારાસભ્યોને હોટલમાં બંધક બનાવ્યા હતા.
Related Posts
સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.વિસ્તારના વિંજુડાવાસ સામે આવેલ રેલ્વેના ગરનાળા નીચે થયેલ રૂપીયા ૨,૬૯,૮૮૦/- રૂપીયાની થયેલ અનડીટેક્ટ લુંટનો ગણતરીની કલાકોમા ભેદ ઉકેલતી…
*આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’’ની દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું એક આગવું કદમ* -:*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત…
1 રૂપિયામાં કેન્સરની સારવાર કરતાં રાજપીપળાના ડો.દમયંતી નું નામ જીનીયસ બુક ઓફ વર્લ્ડ માં સમાવિષ્ટ કરતા નર્મદા નું ગૌરવ.
1 રૂપિયામાં કેન્સરની સારવાર કરતાં રાજપીપળાના ડો.દમયંતી નું નામ જીનીયસ બુક ઓફ વર્લ્ડ માં સમાવિષ્ટ કરતા નર્મદા નું ગૌરવ. રાજપીપળા,તા.21…