અમદાવાદના બિનલ ભટ્ટે “વૈશ્વિક સૌંદર્ય સ્પર્ધા”માં દેશને ફરીવાર ગૌરવ અપાવ્યું

ફરી એકવાર વૈશ્વિક સૌંદર્ય સ્પર્ધામાં ભારતે મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે. ગુજરાતમાં અમદાવાદના બિનલ ભટ્ટે ઝળહળતી સિદ્ધી પ્રાપ્ત કરી છે. “મીસ યુનિવર્લ્ડ-2022″નું ટાઈટલ તેમને જીત્યું હતું. સિંગલ મધર્સ કેટેગરીમાં બિનલ ભટ્ટ વિનર બન્યા હતા અને ફરી એકવાર ભારતનું નામ તેમને રોશન કરી દેશના નામે આ ટાઈટલ કર્યું હતું.

મલેશિયાની અંદર “વૈશ્વિક સૌંદર્ય સ્પર્ધા”નું આયોજન કરાયું હતું. 7 દિવસ સુધી અલગ અલગ રાઉન્ડ યોજવામાં આવ્યા હતા. વિવિધ કેટેગરી પૈકી નેશનલ કોસ્ચ્યુમ રાઉન્ડમાં વિજય હાંસલ કર્યો હતો તેમને બેસ્ટ નેશનલ કોસ્ચ્યુમનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત મોસ્ટ એમ્પાવર્ડ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

આ પેજન્ટ અંગે વધુમાં જણાવતા બિનલ ભટ્ટે વધુમાં વાત કરતા કહ્યું હતું કે, “આ પ્રકારની પેજન્ટ મારી જેમ તમને પણ વૈશ્વિક ફલકે તમારા સપનાને સાકાર કરવામાં મદદ કરી શકે છે. સિંગલ મધર્સ અને ડિવોર્સી મહિલાઓ કે જેઓ આ ક્ષેત્રે આગળ વધવા માંગે છે તે આ ક્ષેત્રે આવવા માટે જરૂરથી વિચારી શકે છે. મેં કરેલી મહેનત મને ફળી રહી છે. મેં આ સ્પર્ધામાં સાહજિકતાથી દરેક રાઉન્ડ એક પછી એક પૂર્ણ કર્યા હતા.

જેના માટે ઘણા સમયથી તૈયારી કરી રહી હતી. દુનિયા ભરના 18 દેશોના 40 કન્ટેસ્ટન્ટે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભારત ઉપરાંત ઈરાન, ઈરાક, જાપાન, મલેશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશના સહીતના દેશના પ્રતિનિધી હાજર હતા.” આ તમામ દેશના પ્રતિનિધીઓની સાથે સ્પર્ધા કરી બિનલ ભટ્ટે આ જીત મેળવી હતી. તેમને આ સિવાય પણ એક પછી એક એવી અનેક સિદ્ધીઓ તેમના નામે કરી છે. આજે અમદાવાદમાં જ નહીં પરંતુ રાજ્ય અને દેશમાં તેઓ એક પ્રેરણા સ્ત્રોત બની ગયા છે.