પવિત્ર યાત્રાધામ અંબાજી ગંદકીમાં ફેરવાયું. સફાઈ માટે લોકોની ઉઠી માંગ.
અંબાજી: શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત માં અંબાનું યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. હાલમાં વરસાદની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે અંબાજી ખાતે ગંદકીનુ સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. અંબાજી ખાતે વિવિધ વિસ્તારોમાં ગંદકી જોવા મળી રહી છે ત્યારે સાફ સફાઇ અભિયાન હાથ ધરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
અંબાજી ખાતે વર્ષે દહાડે લાખો કરોડો ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે હાલમાં અંબાજી ધામ ગંદકીમાં ફેરવાઈ ગયું છે અને સફાઇ અભિયાન હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.
રાજ્ય સરકાર વર્ષે દહાડે કરોડો રૂપિયા સફાઇ પાછળ ખર્ચ કરે છે પરંતુ અંબાજી ખાતે હાલમાં જગ્યા જગ્યાએ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. ત્યારે દર્શન કરવા આવતા ભક્તોને તેમજ અંબાજી વાસીઓને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આવનાર સમયમાં રોગચાળો વકરવાની ભીતિ પણ સેવાઇ રહી છે ત્યારે આ ગંદકી જલ્દીથી સાફ કરવામાં આવી તેવી લોકમાંગ ઉઠવા પામી છે.