*પીએસઆઈ ચાવડાના જામીન કોર્ટે મંજૂર*

રાજકોટઃ થોડા સમય પહેલાં એસટી બસ સ્ટેશનની પોલીસ ચોકીમાં ફાયરિંગ થવાથી સ્પા સંચાલકનું મોત નીપજ્યું હતું. તે મામલે પીએસઆઈ ચાવડાના જામીન કોર્ટે મંજૂર કર્યાં છે. પીએસઆઈ ચાવડાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી છૂટવાથી સ્પા સંચાલક હિમાંશુ ગોહેલનું મોત નીપજ્યું હતું. આ મામલે પીએસઆઈ ચાવડાની વિરુદ્ધ કલમ 304 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે પીએસઆઈને રાહત આપી છે.