વિશ્વ યોગ દિવસ નિમિતે સહયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા યોગ શિબિર નું આયોજન
વિશ્વ યોગ દિવસ નિમિતે સહયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રી વાસુકી ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇકવિટાસ ટ્રસ્ટ સહયોગ થી વાત્સલ્ય વૃદ્ધાશ્રમ માં વિશ્વ યોગ દિવસ નિમિતે યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં વડીલોએ ભાગ લીધો યોગ ગુરૂ શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા યોગ ની સુંદર માહિતી આપવામાં આવી તેમજ યોગ થકી ઘણા બધા રોગો થી કેવી રીતે બચી શકાય તેની માહિતી આપી આ ખાસ પ્રસંગે સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ પ્રમુખ શ્રી પ્રવીણ વેગડા. ઈકવિટાસ ટ્રસ્ટ નાં CSR મેનેજર શ્રી મિલન વાઘેલા તેમજ વાસુકી ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી ભાવિક પટેલ હાજર રહી આ પ્રોગ્રામ ને સફળ બનાવ્યો