મુંબઇ: મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ દ્વારા લેવાતી એસએસસીની પરીક્ષા શરૂ થઇ હતી.રાજ્યભરના ૧૭.૬૮ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પહેલી પરીક્ષા આપી હતી.પરીક્ષાના પહેલા જ દિવસે જળગાંવમાં પેપર લીક થવાની ઘટના બની હતી ત્યારે ગોંદિયા જિલ્લામાં પરીક્ષા આપવા જઇ રહેલા ત્રણ વિદ્યાર્થિનીઓને અકસ્માત નડ્યો હતો. આ બે ઘટનાઓ સિવાય પરીક્ષાનું પહેલું પેપર સફળતાથી પાર પડ્યું હતું. આ વર્ષે એસએસસીની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૬૫,૦૦૦ સુધીનો વધારો નોંધાયો છે. ગયા વર્ષે દસમા ધોરણમાં પાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારી ઘટી હોવાથી આ વર્ષે ઇન્ટરનલ માર્ક આપવાનો નિર્ણય બોર્ડ દ્વારા કરવામાં
મરાઠીનું પેપર વૉટ્સએપ પર થયું વાયરલ